તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
સોમવારે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે રાજયપાલનું પ્રવચનઃ સ્વર્ગસ્થ સભ્યોના માનમાં શોકઠરાવ
મનસુખભાઇ જોષી, બાવનજીભાઇ મેતલિયા વગેરેને શ્રધ્ધાંજલી અપાશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૪: પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો આરંભ થઇ રહયો છે. તા.૧૬મીએ સત્રના પ્રથમ દિવસે ગૃહ ૧૨ વાગે મળશે. સોૈ પ્રથમ રાજયપાલશ્રીનું સંબોધનની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજયપાલશ્રીના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખોની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં પૂર્વમંત્રી સ્વ.શ્રી મનસુખભાઇ જોષી, પૂર્વ મંત્રી સ્વ.શ્રી મહોંમદભાઇ સુરતી, પૂર્વ સભ્ય શ્રી ધીરજલાલ રીબડીયા, અમરસિંહ વસાવા, વજુભાઇ ડોડિયા, બાવનજીભાઇ મેતલિયાના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખો રજુ થશે. આ શોકદર્શક ઉલ્લેખોમાં જે તે મતવિસ્તારના સભ્યો પોતાની લાગણી અને શ્રધ્ધાંજલી આપશે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
