<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

આ મહિનાના અંતમાં ફરી વરસાદનો ખતરો!

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી દક્ષિણ ગુજરાત અને સોૈરાષ્‍ટ્રના દરિયા કાંઠાના વિસ્‍તારોમાં કયાંક-કયાંક વરસાદ પડી શકે : અંબાલાલ પટેલ

 

અમદાવાદ : રાજ્‍યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. વારંવાર ટમ્‍સ બનવાના કારણે તાપમાન વધ-ઘટ થઈ રહ્યું છે અને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે  જણાવ્‍યું છે કે, હમણાં ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી પછી હળવો વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિય થશે. તેની અસર મેદાની ભાગો પર થવાની શકયતા રહેશે. પાકિસ્‍તાન નજીકના ભાગો, રાજસ્‍થાન સંલગ્ન ભાગોમાં અસર શકયતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે.

મેદાની ભાગોમાં ૫ થી ૨૦ મિલિમીટર વરસાદ થવાની શકયતા રહે. રાજસ્‍થાનના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્‍છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. ગરમીના લીધે જીરા પાક પર ભેજની અસર રહેતા ચરમી આવી શકે એટલે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા. ઘઉંના પાકને પણ અસર થઈ શકે.

તેમણે કહ્યું કે, ૧૮ ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શકયતાઓ રહેશે. જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શકયતા રહે. તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જોવા મળે. સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે.

૨૫થી ૨૮ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શકયતા. સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં કયાંક કયાંક તેની અસર થઈ શકે. વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શકયતા રહે.

ઉત્તર ગુજરાત અને મધ્‍ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાંયુ કે કયાંક છાંટા પડી શકે. હાલમાં આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શકયતાઓ રહેશે. પવન સાથે કયાંક વાદળછાયું વાતાવરણ જણાય.(૪૧.૧૩)

(3:59 PM IST)