<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અમદાવાદના હાથીજણમાં અસામાજિક તત્વો બેફામ: ધર્મવાટિકા સોસાયટીમાં રહેતા સ્થાનિકો પર તીક્ષ્ણ હથિયારો અને પથ્થરો વડે કર્યો હુમલો

સોસાયટીમાં ભારે ભયનો માહોલ: 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત: પોલીસે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું

અમદાવાદ: અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. હાથીજણ સ્થિત ધર્મવાટિકા સોસાયટીમાં રહેતા સ્થાનિકો પર તીક્ષ્ણ હથિયારો અને પથ્થરો વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ દ્રશ્ય ગોસ્વામી સહિત કેટલાક શખ્સોએ સોસાયટીમાં ઘૂસી સ્થાનિક રહીશો સાથે ઝઘડો કર્યો અને બાદમાં હુમલો કર્યો. હુમલાખોરો તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સોસાયટીના અંદાજે 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
હુમલાની ઘટનાને પગલે સોસાયટીમાં ભારે ભયનો માહોલ છે. રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો સક્રિય છે અને વારંવાર ધમકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
રહીશોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો ભવિષ્યમાં વધુ ગંભીર ઘટના બની શકે છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ પરંતુ કાબૂમાં સ્થિતિ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

(1:17 AM IST)