<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

રાજુ કરપડા વિરુદ્ધ આપ: રજુ કરપડા વિરોધા વાયરલ ઓડિયો ક્લિપ મામલે પછી : વાયરલ ઓડિયો ક્લિપ મામલે કરણ બારોટ સહિત 3 નેતાઓ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

સુરેન્દ્રનગરના ખેડૂત નેતા અને આપ ના પૂર્વ આગેવાન રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ હવે પોતાની જ પૂર્વ પાર્ટીના ત્રણ નેતાઓ સામે મોરચો માંડ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપને 'ફેક' અને 'એઆઈ જનરેટેડ' ગણાવીને તેમણે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનાર ખેડૂત નેતા રાજુ કરપડા અને પાર્ટીના અન્ય નેતાઓ વચ્ચેનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. રાજુ કરપડાએ AAP ના ત્રણ નેતાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

 

રાજુ કરપડાએ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ક્લિપમાં કથિત રીતે રાજુ કરપડા જેલવાસ અને તેમની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરતા સંભળાય છે, જેમાં તેઓ બોલી રહ્યા છે કે "જે પણ થશે તે સવાયું થશે".

 

આ ઓડિયો ક્લિપને ટાંકીને AAP ના નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે કરપડાનું ભાજપમાં જવાનું પહેલાથી જ નક્કી હતું અને તેઓ પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

રાજુ કરપડાએ આ વાયરલ ઓડિયો ક્લિપને બનાવટી અને 'AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ' ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમને બદનામ કરવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ મામલે તેમણે AAP ના નીચે મુજબના ત્રણ નેતાઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે:

 * કરણ બારોટ

 * સ્વયંમ સાલવી

 * વિપુલ ઠાકોર

 

કરપડાના ગંભીર આક્ષેપો:

ફરિયાદ ઉપરાંત, રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, "જ્યારે હું અને ખેડૂતો જેલમાં હતા, ત્યારે પાર્ટીના કોઈ મોટા નેતા અમને મળવા આવ્યા ન હતા. ગોપાલ ઈટાલિયાને જીતાડવા માટે અમે લોહી-પાણી એક કર્યા, છતાં મુશ્કેલીના સમયે તેઓએ અમારી દરકાર ન લીધી." તેમણે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા પર પ્રહાર કરતા તેમને 'ભાજપની બી-ટીમ' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ નેતાઓ કેજરીવાલ સાથેની મારી નિકટતા જોઈ શકતા ન હતા.

(4:46 PM IST)