<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

નર્મદા જીલ્લામાં થતા વાહન અકસ્માતો નિવારવા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી પ્રયાસો હાથ ધરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લા વિસ્તારમાં થતા વાહન અકસ્માતોને નિવારવા માટે તકેદારીના ભાગરૂપે વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા તથા એસ.કે.ગામીત પોલીસ ઇન્સ્પેકટર રાજપીપળા પોલીસ સ્ટેશન તેમજ એસ. એસ.મિશ્રા પોલીસ સબ ઇન્સપેક્ટર,જીલ્લા ટ્રાફિક શાખાનાઓએ નેશનલ હાઇવે(NHAI) ના સાઈટ એન્જિનિયર પરેશભાઇ સોલંકી તથા સ્ટેટ હાઇવે(SH) ના મદદનીશ ઇજનેર રાહુલભાઇ ભદાણે નાઓને સાથે રાખી વડીયા જકાતનાકા ચાર રસ્તા,નાના લીમટવાડા, ખામર, બોરિન્દ્રા, મકાઈ ધોધ,પણગામ, કણબીપીઠા, દુધલીવેર, નીંઘટ રામેશ્વર હોટેલ પાસે અમીયાર ગામ જેવા બ્લેક સ્પોટ તેમજ સંભવિત અકસ્માતવાળી જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરી અકસ્માત નિવારવા માટે જરૂરી એવા કેટ આઇ, સાઈન બોર્ડ, હાઈ માસ્ક લાઈટ, ક્રોસ બેરિયર, થર્મો પ્લાસ્ટર પટ્ટા, રબ્બલ સ્ટ્રીપ બંપ,યલ્લો બોક્ષ,બ્રિકલ લાઇટ લગાડવા તેમજ ફેટલ જેવા ગંભીર બનાવો ન બને તે સારૂ રોડ એંજીનિયરીંગ માટે લેવાના તમામ અસરકારક પગલા લઈ રોડ ઉપર થતા અસ્માતનું પ્રમાણ ઘટાડવા સુચન કરવામાં આવેલ ત્યાર બાદ ડેડીયાપાડા પોસ્ટે ખાતે વાર્ષિક ઇન્સપેક્શન દરમિયાન વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરી ટ્રાફીક નિયમોના પાલન કરવા સમજ કરવામાં આવેલ, આમ નર્મદા જીલ્લા ટ્રાફીક પોલીસ જાહેર જનતાની અમુલ્ય જીંદગી બચાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે.

(4:59 PM IST)