તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
ઝિમ્બાબવેમાં ઇન્ડસ્ટ્રીઅલ મિનિસ્ટર તરીકે સેવા આપતા રાજપીપળાના રાજેશભાઈ મોદીનુ આશાપુરી યુવક મંડળ દ્વારા સન્માન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઝિમ્બાબવે માં છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીઅલ મિનિસ્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહેલા રાજપીપળાના ગૌરવશાળી પુત્ર રાજેશભાઈ મોદીનું આશાપુરી યુવક મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ સાંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા, દિલીપસિંહ, કમલેશભાઈ પટેલ, શંકરભાઇ પટેલ, સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો એ રાજેશભાઈ મોદીને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે રાજેશભાઈ મોદી વિદેશમાં રહીને પણ પોતાના વતન રાજપીપળા સાથે સતત જોડાયેલા રહ્યા છે અને દેશ-વિદેશમાં ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. ઝિમ્બાબવેમાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે તેમના નેતૃત્વ હેઠળ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે, જે સમગ્ર નર્મદા જિલ્લામાં ગૌરવની લાગણી જગાવે છે.
રાજેશભાઈ મોદીએ પોતાના સંબોધનમાં આશાપુરી યુવક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વતનનો પ્રેમ અને આશીર્વાદ જ તેમની શક્તિ છે. તેમણે યુવાનોને ઉદ્યોગ, નવીનતા અને દેશસેવા માટે આગળ આવવા પ્રેરણા આપી હતી.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
