<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

લીમટવાડા ગામના બસ સ્ટેશન પાસે થયેલા અકસ્માત માં બાઇક ચાલક યુવાનનું મોત

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લીમટવાડા ગામના બસ સ્ટેશન પાસે થયેલા અકસ્માત માં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

રાજુભાઈ સુમલાભાઈ રાઠવા (ઉ.વ.૪૭ ) ધંધો.પ્રા નોકરી (હાલ રહે.ઈન્દ્રપ્રસ્થ સોસાયટી મકાન નં.૪૫૫ અંદાડા, અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે.વગુદણ(જા),ઉચલા ફળીયા. પો.નવાલજા તા.કવાંટ જી.છોટાઉદેપુર ) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેમનો દીકરો નિરવભાઈ રાજુભાઈ રાઠવા (ઉ.વ.૨૫ )પોતાના કબ્જાની હોન્ડા કંપનીની SP સાઈન મો.સા નં.GJ-16-DR-9404ની લઈને વગુદણ ગામેથી ભોરઆંમલી ગામે પોતાના મામાના ઘરે જતા હતા તે દરમ્યાન નાના લીમટવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે ખામર તરફથી એક આઈસર ટ્રક નં. GJ-18-BT-4079ના ચાલક પુર ઝડપે હંકારી લાવી સામેથી એક્સીડ્રન્ટ કરી નીચે રોડ ઉપર પાડી માથામાં તથા મોઢાના ભાગે તથા જમણા પગની એડી પાસે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કરતા રાજપીપળા પોલીસે આઇશર ટ્રક ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(5:06 PM IST)