<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

દેવમોગરા ખાતે પાંચ દિવસ ભાતીગળ મેળાનો પ્રારંભ

પાંચ દિવસીય ભાતીગળ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, આદિવાસી સમુદાયના લોકો આવવાની શક્યતા

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર અને કુળદેવી યાહા મોગી પાંડોરી માતાના પવિત્ર ધામ ખાતે પ્રતિવર્ષ મહા શિવરાત્રિના પાવન પર્વે પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. આ મેળો 19 ફેબ્રુઆરીના રોજ સમાપન થશે. આખા ભારત ભરમાં શિવરાત્રીનો ત્યોહાર હોય શિવ ભગવાનની પૂજા આરાધના થશે. પરંતુ માત્ર આ એક દેવમોગરા માતાજી છે જ્યા શિવ નહિ પણ શક્તિની પૂજા થશે. આદિવાસી સમાજની કુળદેવી એવી પાંડોરી માતા ગુજરાત નહિ મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને મધ્યપ્રદેશ આ ચાર રાજ્યોના આદિવાસી વિસ્તારો ના ભક્તો દર્શનાર્થે અહીંયા આવે છે અને આ પાંચ દિવસ દરમ્યાન અંદાજિત 10 લાખ કરતા પણ વધુ ભક્તો અહીંયા આવે છે. તંત્ર દ્વારા ભક્તોના દર્શન માટે તમામ સુવિધાઓ આપવામાં આવે છે. રહેવાની પીવાના પાણીની, આરોગ્યની અને આવવા જવા માટે બસોની પણ સુવિધાઓ આ મેળા દરમ્યાન કરવામાં આવે છે.

   શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના વાઇસ પ્રેસિડન્ટ નાનસિંગભાઈ વસાવા એ જણાવ્યું હતું કે પાંચ દિવસ ચાલનારો આ માં પાંડોરી માતાના મેળામાં લાખો ભક્તો આવતા હોય તંત્ર અને પોલીસ જરૂરી સેવા અને સુરક્ષાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને આ  મંદિરમાં ભીડ ના થાય એ માટે  450 ઉપરાંત સ્વયંસેવકો પણ સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડી વ્યવસ્થા અંગે દર્શનાર્થીઓને સમજ આપશે. માતાજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર હોય ભક્તો માતાજીની બધા લઈને આવે અને જે બધા પુરી થાય એટલે આ વર્ષે પાકેલું ધાન, દેશી દારૂ, બકરો, મરઘો સહીત જે પણ બધા રાખી હોય તે ચઢાવો ચઢાવી રમતો મૂકે છે. અહીંયા માતાજી હાજરાહાજૂર હોય ભક્તોની તમામ બાધા માનતા પૂર્ણ થાય છે. આ પાંચ દિવસ દરમ્યાન માતાજી ગર્ભગૃહ માંથી નીકળી સ્નાન કરી નગર યાત્રાએ પણ નીકળે છે અને લાખો ભક્તો ને દર્શન આપે છે.

(5:11 PM IST)