તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યોને મામલતદારે ફટકારી નોટિસ
ઓનલાઈન હાજરી અને બિલોમાં તફાવત આવતાં તંત્ર હરકતમાં: . મામલતદારે બે દિવસમાં ખુલાસો માંગતા શિક્ષણ જગતમાં ફફડાટ

મહેસાણાના વિજાપુરમાં મધ્યાહન ભોજન મુદ્દે 12 આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. પીએમ પોષણ યોજનામાં બાળકોની સંખ્યામાં વિસંગતતા જોવા મળી છે. ઓનલાઈન હાજરી અને બિલોમાં તફાવત આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કાગળ પર સંખ્યા વધારી સરકારી નાણાં ચાઉ કરાતા હોવાની આશંકા સેવાઈ રહી છે. લાડોલ, પિલવાઈ, સુંદરપુર સહિત 12 શાળાના આચાર્યોને નોટિસ ફટકારવામાં આવી છે. મામલતદારે બે દિવસમાં ખુલાસો માંગતા શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. કસૂરવારો સામે કડક કાર્યવાહીના મામલતદારે સંકેત આપ્યા છે .
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
