News of Sunday, 15th February 2026
નડિયાદની દિનશા પટેલ કોલેજ દ્વારા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને નોટીસ : ત્રણ દિવસમાં ખુલાસો નહિ તો સસ્પેન્ડ
વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં સંડોવાયેલા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને છેલ્લા 14 દિવસથી ફરાર

નડિયાદમાં આવેલી દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત બાદ વિવાદોના વમળમાં ફસાઈ છે. વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં સંડોવાયેલા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને છેલ્લા 14 દિવસથી ફરાર છે. કોલેજ મેનેજમેન્ટે હવે પોતાની છબી બચાવવા માટે આ ચારેય આરોપીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેને લઈને મૃતકના પરિવાર અને દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના મનેજમેન્ટ દ્વારા આચાર્ય અને 3 મહિલા પ્રોફેસરને નોટીસ આપવામાં આવી છે. નોટિસમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ શિક્ષકો સામે FIR થઈ છે તે અંગે જાણ કરાઈ નથી. નોટિસ મુજબ, આચાર્ય વીરેન્દ્ર જૈન , પ્રોફેસર ધારા વ્યાસ, પ્રકૃતિ પટેલ અને શેરીન જાદવ ગત 5 મી ફેબ્રુઆરીથી કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ વિના રજા પર છે.
કોલેજ પ્રશાસને નોટીસમાં સ્પષ્ટ કર્યું છે કે જો આગામી 3 દિવસમાં આ ચારેય કર્મચારીઓ હાજર થઈને યોગ્ય ખુલાસો નહીં આપે, તો તેમને સસ્પેન્ડ રવાની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, દલિત આંદોલનકારીઓનું કહેવું છે કે જ્યારે આખી દુનિયા જાણે છે કે પોલીસ આ ચારેયની શોધ કરી રહી છે, ત્યારે કોલેજ પ્રશાસન FIR થી અજાણ હોવાનું નાટક કેમ કરી રહ્યું છે? કોલેજે આ આરોપીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાને બદલે માત્ર શો-કોઝ નોટીસ આપીને સંતોષ માન્યો છે, જે મેનેજમેન્ટની શંકાસ્પદ ભૂમિકા દર્શાવે છે.
બીજી તરફ, મૃતક જય પાટીલના સમર્થનમાં દલિત સમાજ અને તેનો પરિવાર છેલ્લા 14 દિવસથી ન્યાય માટે લડત આપી રહ્યા છે. જય પાટીલે કોલેજના આ ચાર પ્રોફેસરો અને બહારના એક વ્યક્તિના માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. સતત બે અઠવાડિયા વીતવા છતાં નડિયાદ પોલીસે આરોપીઓને પકડી ના શકી હોવાના આરોપ લાગ્યા છે. જેથી દલિત સમાજમાં રોષ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
