<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં જૂની અદાવતને લઇને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો

દ્રશ્ય ગોસ્વામી નામના યુવકને કાર પાર્કિંગ બાબતે સોસાયટીના જ અન્ય રહીશો સાથે થયેલી બોલાચાલીની અદાવત રાખીને હુમલો: મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં જૂની અદાવતને લઇને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. સોસાયટીમાં રહેતા દ્રશ્ય ગોસ્વામી નામના યુવકને કાર પાર્કિંગ બાબતે સોસાયટીના જ અન્ય રહીશો સાથે બોલાચાલી થઇ હતી. જેની અદાવત રાખીને દ્રશ્ય ગોસ્વામી અને અન્ય લોકો કાળા કલરની નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવ્યા અને સોસાયટીમાં જ રહેતા દેવર્ષ અને યોગેશ નામના યુવકો પર હુમલો કર્યો. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘટનાને પગલે સોસાયટીના અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ છવાયો. હતો 

(8:00 PM IST)