<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ: ખોટા માઈનોરિટીના સર્ટિના આધારે 2017થી RTEમાં પ્રવેશ બંધ કરાયો

RTEના બદલે ઓપનમાં પ્રવેશ આપી શાળાએ કરોડોની ફી ઉઘરાવી: અત્યાર સુધી 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યાં હોવાનો દાવો

અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. માઈનોરીટી શાળા હોવાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને ઈરાદાપૂર્વક ગરીબ બાળકોને RTE પ્રવેશથી વંચિત રાખ્યાનો દાવો કરાયો છે.  ખોટા માઈનોરિટીના સર્ટિના આધારે 2017થી RTEમાં પ્રવેશ બંધ કરાયો હતો  અત્યાર સુધી 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યાં હોવાનો દાવો કરાયો છે, RTEના બદલે ઓપનમાં પ્રવેશ આપી શાળાએ કરોડોની ફી ઉઘરાવી હતી  શાળાનો વહીવટ સરકાર હસ્તક આવતા DEO ટીમ દ્વારા તમામ તપાસ હાથ ધરાઈ છે  શાળાના RTE સહિતના તમામ દસ્તાવેજો DEO કોર્ટમાં જમા કરાવશે

 

(9:08 PM IST)