તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
નર્મદાના શિવ મંદીરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા :શિવભક્તોની ભારે ભીડ
રાજપીપલામાં અનેક શિવ મંદિરોમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા નદી કિનારાના અનેક આશ્રમો અને શિવ મંદિરોમાં તેમજ રાજપીપલાના શિવમંદિરોમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદી કિનારે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર, ધનેશ્વર મહાદેવ, દિવ્યધામ આશ્રમ, મણિનાગેશ્વર મહાદેવ, ગોપાલેશ્વર મહાદેવ , વગેરે આશ્રમોમાં શિવરાત્રી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને વહેલી સવારથી ભક્તજનોની દર્શન માટેની ભીડ જણાતી હતી .તો રાજપીપલા શહેરમાં પણ વિશ્વેશ્વર મહાદેવ ,શિવશક્તિધામ,રાજરાજેશ્વર મંદિર વૈદનાથ મહાદેવ મંદિરો ને પણ શણગારવામાં આવ્યા હતા અને શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કરજણ નદી કિનારે આવેલ પૌરાણિક મણિનાગેશ્વર મંદિરે નિષ્કામ કર્મ સેવા ગ્રુપ તરફ થી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું . જ્યારે ધર્મેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૌરાણિક ચાંદીની ભવ્ય મૂર્તિ દર્શનાર્થે રાખવામાં આવી હતી. આમ શિવરાત્રીની ઉજવણી માં રાજપીપલા નગરી શિવમય બની ગઈ હતી .
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
