તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 15th February 2026
પાલેજ ટાઉનમાંથી રૂ.૧, ૬૦,૦૦૦ ના ૧૦ ગ્રામ સોનાના બિસ્કીટ સાથે એક શખ્શને ઝડપી પાડતી પાલેજ પોલીસ

( ભરત શાહ દ્વારા )નર્મદા: ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાઓ દ્રારા જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય એ મુજબ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ ભરૂચ વિભાગ, ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ. ચૌધરી પાલેજ પો.સ્ટે નાઓ દ્વારા પાલેજ પો.સ્ટેની સર્વેલન્સ સ્ટાફની ટીમ તથા અન્ય પોલીસ માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતાં તે દરમ્યાન અ.પો.કો.કરશનભાઈ નાઓને બાતમી મળેલ કે, એક ઈસમ જે પાલેજ બજારમાં બિલ વગરનું એક સોનાનું ૧૦ ગ્રામનું બિસ્કિટ લઈને પાલેજ ટાઉનમાં વેચવા માટે ફરે છે. તે મુજબની મળેલ બાતમી ના આધારે આ ઇસમ પાલેજ બજારમાં ફરતો જણાતા તેને રોકી તેનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ સુભાષભાઈ હરિભાઈ વસાવા (રહે,બોરી ગામ ડેરી ફળિયું તા.જી.ભરૂચ )નો હોવાનુ જણાવેલ તેની અંગઝડતી કરતા તેના પેન્ટનાં ખીસ્માથી એક કાગળમાં વીટાળેલ પીળા રંગનું સોનાનું બિસ્કિટ મળી આવેલ જેના ઉપર અંગ્રેજીમાં JK JEWELLERS Station Road Bharuch 10gm FINE GOLD 999 તથા બીજી બાજુ 999 MBR લખેલ છે. જે મળી આવેલ બિસ્કિટ અંગે તેના બીલ કે આધાર પુરાવા રજુ કરવા જણાવતા રજુ કરેલ નહી જેથી પકડાયેલ સોનાનુ બિસ્કીટ ચોરી કે છળ કપટથી મેળવેલ હોવાનુ જણાતા આ શંકાસ્પદ ૧૦ ગ્રામ સોનાની બિસ્કીટ નંગ-૦૧ કી.રૂ.-૧,૬૦,૦૦૦ ના મુદામાલ સાથે આ ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવી છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
