<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

બનાસ નદીના રમણીય તટ પર સ્થિત 700 વર્ષ જૂના સોનેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

વર્ષો જૂની જીવંત પરંપરા મુજબ સ્થાનિક ખેડૂતો પોતાના ખેતરમાં પેદા થયેલા તાજા શાકભાજી ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે:કુદરતના ખોળે વસેલા આ ધામમાં મહાશિવરાત્રીના દિવસે ભક્તિ અને કૃષિ સંસ્કૃતિનો અનોખો સમન્વય

બનાસ નદીના રમણીય તટ પર સ્થિત અતિ પ્રાચીન સોનેશ્વર મહાદેવનું મંદિર આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. અંદાજે 700 વર્ષ પુરાણા આ પૌરાણિક મંદિરમાં મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 

  આ શિવાલયની સૌથી વિશિષ્ટ અને હૃદયસ્પર્શી બાબત અહીંની વર્ષો જૂની જીવંત પરંપરા છે, જેમાં સ્થાનિક ખેડૂતો પોતાના ખેતરમાં પેદા થયેલા તાજા શાકભાજી ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે. કુદરતના ખોળે વસેલા આ ધામમાં મહાશિવરાત્રીના દિવસે ભક્તિ અને કૃષિ સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળે છે. શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી અને આ પ્રાચીન વારસાને નિહાળી ધન્યતા અનુભવી હતી, જેના કારણે સમગ્ર બનાસકાંઠો શિવમય ભક્તિના રંગે રંગાયો હતો

 

(11:21 PM IST)