<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

બ્‍યૂટી ફિલ્‍ડમાં અનોખું ઈન્‍વેન્‍શનઃ ભારત સરકારનું પેટન્‍ટ પ્રાપ્‍ત

સાયન્‍સ, એન્‍જિનિયરિંગ અને બ્‍યૂટીનો અદ્‌ભુત સંગમઃ ફેશિયલ અને આઇબ્રો હેર રિમૂવલ ડિવાઇસ ઇન્‍વેન્‍ટ કર્યુ

સુરત,તા.૧૬: સુરતના ઘોડદોડ રોડ પર સ્‍થિત અનુપમા બ્‍યૂટીપાર્લરના ઓનર તથા અનુભવી બ્‍યૂટીશિયન અનુપમા હજીરાવાલાએ બ્‍યૂટી ફિલ્‍ડમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. બ્‍યૂટીશિયનોને વર્ષોથી સતાવતી હેર થ્રેડિગ સંબંધિત સમસ્‍યાઓના ઉકેલ રૂપે તેમણે એક અનોખું ફેશિયલ અને આઇબો હેર. રિમૂવલ ડિવાઈસ ઇન્‍વેન્‍ટ કર્યું છે, જેને ભારત સરકાર દ્વારા પેટન્‍ટ એનાયત કરવામાં આવ્‍યું છે.

૧૫ વર્ષથી બ્‍યૂટી ફિલ્‍ડમાં કાર્યરત અનુપમા હજીરાવાલા પ્રાચીન હેર ૨ થ્રેડિગ પદ્ધતિમાં પ્રિસિશન, એકયુરસી અને હાઈજિનની મુશ્‍કેલીઓ તેમજ બ્‍યૂટીશિયનોને થતી શારીરિક અસરોને તેમણે નજીકથી અનુભવી. નેસેસિટી ઈઝ ધ મધર ઓફ ઇન્‍વેન્‍શન આ ઉક્‍તિ તેમના ઇન્‍વેન્‍શન દ્વારા સાચી ઠરે છે. પરંપરાગત થ્રેડિગમાં હાથ કે દાંતનો ઉપયોગ થવાથી ફિગર કટ્‍સ, હાઈજીન સમસ્‍યા અને દાંતના ઓક્‍લુઝનમાં ફેરફાર જેવી ગંભીર મુશ્‍કેલીઓ ઊભી થતી હતી. અનુપમાએ ઈન્‍વેન્‍ટ કરેલા આ હેડ-માઉન્‍ટેડ ડિવાઈસ દ્વારા દાંતનો ઉપયોગ કર્યા વગર પણ કન્‍વેન્‍શનલ જેટલી જ ફોર્સ સાથે તમામ પ્રકારના હેરનું સુરક્ષિત અને હાઇજીનિક થેડિગ શક્‍ય બન્‍યું છે. આ ડિવાઇસમાં હેડ માઉન્‍ટ, એડજસ્‍ટેબલ એન્‍કરિગ પોઈન્‍ટ, બોબીન, બોબીન હોલ્‍ડર, બેકેટ અને લોકિગ સિસ્‍ટમ જેવી આધુનિક રચનાઓ સમાવિષ્ટ છે, જે બ્‍યૂટીશિયનને વધુ વિઝન કક્‍લેરિટી, કંટ્રોલ અને આરામ આપે છે. બ્‍યૂટી ફિલ્‍ડ માટે આ ઇન્‍વેન્‍શનને સાચા અર્થમાં એક રેવોલ્‍યુશન ગણાવી શકાય.(૪૦.૧૪)

બ્‍યૂટી ફિલ્‍ડમાં ક્રાંતિઃ અનુપમાની ઐતિહાસિક સિદ્ધિ

ભારત સરકાર દ્વારા અનુપમા હજીરાવાલાને બ્‍યુટી ડિવાઇસ માટે પેટન્‍ટ એનાયત કરવામાં આવ્‍યું છે. બ્‍યુટી ક્ષેત્રમાં દેશમાં બહુ ઓછા પેટન્‍ટ થયા છે, જેમાં આ ક્ષેત્રે પેટન્‍ટ મેળવનાર અનુપમા હજીરાવાલા એકમાત્ર છે. આઇબ્રો અને ફેશિયલ હેર રિમુવલ માટે ભારતનું પ્રથમ ક્રાંતિકારી ડિવાઇસ ઇન્‍વેન્‍ટ કરીને તેમણે બ્‍યુટી ઉદ્યોગમાં નવી દિશા આપી છે. ભારત સરકાર દ્વારા પેટન્‍ટ પ્રાપ્ત આ ડિવાઇસને બ્‍યુટી ફિલ્‍ડનું સાચું રેવોલ્‍યુશન કહી શકાય.

પ્રાચીન કલાને આધુનિક ટેકનોલોજી

આઇબ્રો અને ફેશિયલ હેર થ્રેડિંગનો ઉદગમ આશરે ૬૦૦૦ વર્ષ પૂર્વે ભારત, ઈરાન અને મિડલ ઇસ્‍ટમાં થયો હતો. આ પ્રાચીન કલા આજે વિશ્વભરમાં લોકપ્રિય છે. પરંતુ અનુપમા હજીરાવાલાના ઇન્‍વેન્‍શનથી તેને આધુનિક, સુરક્ષિત અને હાઇજીનિક

બ્‍યૂટીશિયનો માટે ગેમ ચેન્‍જર

આ હેડ-માઉન્‍ટેડ ડિવાઇસથી બ્‍યુટીશિયનને ફિગર કટ્‍સથી મુક્‍તિ, વધુ પ્રિસિશન, ઓછો થાક અને લાંબા સમય સુધી સલામત રીતે કામ કરવાની સુવિધા મળે છે. બ્‍યુટીશિયનની બ્‍યુટી અને હેલ્‍થ બંનેનું રક્ષણ થાય છે.સ્‍વરૂપ મળ્‍યું છે.

હાઇજીન અને હેલ્‍થનું સંપૂર્ણ રક્ષણ

દાંત દ્વારા થ્રેડિગમાં થતી હાઇજીન સમસ્‍યાઓ અને દાંતના સ્‍વાસ્‍થ્‍ય પર પડતી અસરોને આ ડિવાઇસ સંપૂર્ણ રીતે દૂર કરે છે. કોવિડ બાદ હાઇજીનનું મહત્ત્વ વધ્‍યું છે, ત્‍યારે આ ઇન્‍વેન્‍શન બ્‍યુટીશિયનો માટે આશીર્વાદરૂપ છે.

(9:53 AM IST)