તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
ગણપત યુનિવર્સિટી અને મહેસાણા રોજગાર કચેરી દ્વારા ‘મેગા જોબ ફેર’નું આયોજન: ‘રોજગાર સેતુ-૨૦૨૬’માં દેશ-વિદેશની ૧૮ પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે: ૬૦૦થી વધુ યુવા પ્રતિભાઓ માટે નોકરીની વિશાળ તકો ઉપલબ્ધ થશે

મહેસાણા: મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સહયોગમાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગણપત યુનિવર્સિટીના આંગણે ‘મેગા જોબ ફેર - ૨૦૨૬: રોજગાર સેતુ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતમાં કાર્યરત ખાનગી ઉદ્યોગગૃહો અને માનવ સંસાધન તરીકે યુવા વર્ગને એક મંચ પર લાવી પરસ્પર જોડવાનો છે. આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર કોર્સ પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક સાબિત થશે.
ગણપત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ અને એક્સિક્યુટીવ એજ્યુકેશનના સીનિયર ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર કિશોર બારડના જણાવ્યા અનુસાર, આ ‘રોજગાર સેતુ’ અભિયાનને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં ૬૦૦થી વધુ યુવાઓએ નોંધણી કરાવી છે. આ મેળામાં દેશ અને વિદેશની ૧૮ જેટલી નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેશે, જે વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડશે. વિદ્યાર્થીઓને ઉદ્યોગગૃહો સાથે સીધો સંપર્ક કરવાની તક મળશે, જેનાથી તેમની વ્યાવસાયિક સજ્જતા વધશે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેથી તેઓ પોતાના કૌશલ્ય મુજબ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શકે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
