તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
વિધાનસભા સત્ર પ્રારંભઃ રાજયપાલનું પ્રવચનઃ વિપક્ષ આક્રમક
આજે દિવંગત ધારાસભ્યોને શ્રધ્ધાંજલીઃ લોકપ્રશ્નો ઉઠાવવા કોંગ્રેસ, આપ તૈયારઃ બુધવારે બજેટ રજુ થશે

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે બપોરથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રારંભે રાજયપાલનું ઉદ્્બોધન છે. બેકારી, કાયદો વ્યવસ્થા, ખેડૂતોની પરેશાની વગેરે મુદ્્ે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરે વિપક્ષો આક્રમક મિજાજમાં છે. ગૃહના પ્રારંભે શોકદર્શક ઠરાવો થશે. રપ માર્ચ સુધીના આ સત્રમાં કેટલાક વિર્ધયકો રજૂ થશે. તા. ૧૮ મીએ ગુરૂવારે ર૦ર૬-ર૭ ના વર્ષનું બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે.
પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો આરંભ થઇ રહ્યો છે. સત્રના પ્રથમ દિવસે ગૃહ ૧ર વાગે મળશે. સૌ પ્રથમ રાજયપાલશ્રીનું સંબોધનની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજયપાલશ્રીના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખોની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં પૂર્વ મંત્રી સ્વ. શ્રી મનસુખભાઇ જોષી, પૂર્વ મંત્રી સ્વ. શ્રી મહોંમદભાઇ સુરતી, પૂર્વ સભ્યશ્રી ધીરજલાલ રીબડીયા, અમરસિંહ વસાવા, વજુભાઇ ડોડીયા, બાવનજીભાઇ મેતલીયાના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે. આ શોકદર્શક ઉલ્લેખોમાં જે તે મત વિસ્તારના સભ્યો પોતાની લાગણી અને શ્રધ્ધાંજલી આપશે.
વિધાનસભાનું સત્ર આજે તા. ૧૬ મી ફેબ્રુઆરીથી રપમી માર્ચ સુધી ૩૮ દિવસ દરમિયાન ર૩ કામકાજના દિવસો સાથે ચાલશે. આ દરમિયાન નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા તા. ૧૮ મીએ બજેટ રજૂ થનારૂ બજેટ લાખ કરોડથી વધારે હોવાની શકયતા છે. સત્રને અનુલક્ષીને વિધાનસભા સંકુલ, આસપાસ સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
