News of Monday, 16th February 2026
‘સોમનાથ સ્વાભિમાન પર્વ' સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી

પ્રભાસપાટણ, તા. ૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાશિવરાત્રીના પર્વના અનુસંધાને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' અન્વયે ઉજવાઈ રહેલા સાંસ્કળતિક કાર્યક્રમમાં સહભાગી બન્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રી શિવ મહિમા અને શૈવ સંસ્કળતિનું મહિમા મંડન કરતી સાંસ્કળતિક કળતિઓ પ્રસ્તુત કરતા આ કાર્યક્રમના બીજા દિવસે સામાન્ય શ્રોતા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રીએ જીગરદાન ગઢવી દ્વારા પ્રસ્તુત કરાયેલા શિવભજનોની પ્રસ્તુતિ માણી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની,પૂર્વ પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી તોહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજય પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અધિકારીઓ, કલાકારો અને શ્રોતાઓ ઉપસ્થિત રહયા હતા
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
