<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

મહાશિવરાત્રિના પાવન પર્વે પ્રથમ જ્‍યોર્તિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શન અર્ચન કરતા ભૂપેન્‍દ્રભાઇ પટેલ

સોમનાથ મહાદેવ સમક્ષ મુખ્‍યમંત્રીએ સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી

પ્રભાસપાટણઃ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે ભક્‍તિ, ભવ્‍યતા અને દિવ્‍યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્‍યોર્તિલિંગમાંના પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્‍તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હર્તાં

સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્‍લોકોચ્‍ચાર વચ્‍ચે મુખ્‍યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં મુખ્‍યમંત્રીશ્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.

સોમનાથ મંદિરમાં મંત્રોચ્‍ચારના મધુર ગુંજારવ વચ્‍ચે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે  સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી.

આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, કલેક્‍ટર શ્રી એન.વી.ઉપાધ્‍યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્‍નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી જે.ડી.પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્‍દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, શ્રી સંજયભાઈ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્‍ટના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા

(11:35 AM IST)