<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સોમનાથ હેલિપેડ ખાતે મુખ્‍યમંત્રીનું સ્‍વાગત

પ્રભાસપાટણઃ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં દ્વિ-દિવસીય પર્વમાં તેમજ ત્રિ-મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં સહભાગી થવા મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ સોમનાથ ખાતે આવી પહોંચતા તેમનું ત્રિવેણી હેલિપેડ ખાતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સ્‍વાગત-સત્‍કાર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા અગ્રણી  અનિલભાઈ જેઠવા, ભરતભાઈ વાળા, સ્‍થાનિક અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ)

(11:41 AM IST)