<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

દેશના ખેડૂતો અને પશુપાલકોને નુકશાન પહોંચાડી શકે: સરકારે અમેરિકા સરકારના દબાણમાં ટ્રેડ ડીલ કરી: ગોપાલ ઈટાલીયા

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ આ ડીલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને આજે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ પણ લાવવામાં આવશે

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટ્રેડ ડીલને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતની સરકારે અમેરિકા સરકારના દબાણમાં આવીને ટ્રેડ ડીલ કરી છે, જે દેશના ખેડૂતો અને પશુપાલકોને નુકશાન પહોંચાડી શકે છે. અગાઉ આ પર 0% ટેક્સ લાગતો હતો, હવે 18% જેટલો ટેક્સ લાગ્યો છે, જેમાં કૃષિ અને તેલિયા પર ટેક્સ શામેલ છે. અમેરિકા ના ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય મળે છે, જ્યારે ભારતના ખેડૂતોને કોઈ મદદ મળતી નથી. જો અમેરિકા થી કપાસ અને તેલિયા આયાત થશે તો દેશના ઉત્પાદન પર શું અસર થશે તે સવાલ ઊભો થાય છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તેઓ આ ડીલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને આજે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. .

(1:15 PM IST)