News of Monday, 16th February 2026
કેમ છો...મજામાં...? બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલનો આભાર પ્રસ્તાવ
ગાંધીજી, સરદાર પટેલ, રવિશંકર, દયાનંદ સરસ્વતી,ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાની રૂપરેખા રાજ્યપાલે બજેટ સત્રના પ્રારંભે કરી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૬: ૧૫ મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રારંભે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આભાર પ્રસ્તાવમા ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા ગળહમાં જણાવી હતી.
પ્રારંભે તેમણે મહાત્મા ગાંધી,સરદાર પટેલ,રવિશંકર,દયાનંદ સરસ્વતી, ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી સંબોધનનો પ્રારંભ કર્યો હતો કેમ છો..? મજામાં...? એ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં સાંભળવા મળે છે ત્યારે આવી ગુજરાતની પ્રગતિશીલ વિચારસરણી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આભારી છે.
સર્વ જન હિતાય સર્વ જન સુખાય, નારી શક્તિનું જતન,ઉદ્યોગોનો વિકાસ,ગુજરાતના દરેક જન જનની સ્વાસ્થ્યની દરકાર,રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને યોજનાની માહિતી આપી હતી.
સોમનાથ મંદિર ઉપર આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે આજે પણ ધજા અડીખમ લહેરાય છે રાજ્ય સરકાર દ્વારા અક્રમણને એક વર્ષ હજાર વર્ષ પૂર્ણ થયા છે તેની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમો આપ્યા છે આ ઉપરાંત લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા હોય રાજ્ય સરકાર દ્વારા તેની પણ ઉજવણી ભાવ પૂર્વક કરવામાં આવી હતી.
સામાન્ય પરિવાર માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના બનાવવામાં આવી રહી છે તેને દેશમાં શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે નરેન્દ્રભાઈ ની ૨૪ વર્ષ પહેલાંની દ્રષ્ટિને લીધે ભારત આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી રહ્યું છે તે દેશ માટે તો ખરું જ પણ ગુજરાત માટે ગૌરવની બાબત છે.
થોડા વખત પહેલા રાજ્યમાં અચાનક આવી પડેલ વરસાદી આફતમાં ખેડૂતોના ઉભા પાકનું ધોવાણ થયું હતું ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક ૧૧હજાર કરોડ જેટલી રકમ નુકસાન ગ્રસ્ત ખેડૂતોને ફાળવવામાં આવી તે રાજ્ય સરકારનું માનવીય સંવેદનાનું પ્રતિબિંબ છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકળતિક ખેતી વધારવા માટે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે યુનિવર્સિટીના માધ્યમથી રાજ્ય સરકાર દ્વારા ૧૯ લાખ જેટલા ખેડૂતોને પ્રાકળતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કર્યા છે જેમાંથી આઠ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકળતિક ખેતી અપનાવી લીધી છે જયારે ડાંગ જિલ્લાને પ્રાકળતિક ખેતીનો જિલ્લો પણ જાહેર કરવામાં આવ્યો છે.
આભાર પ્રસ્તાવ વાંચન દરમિયાન વિરોધ પક્ષ દ્વારા ખેડૂતોના દેવા માફ કરો જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જેની સામે ભાજપના સભ્યો દ્વારા પણ જય શ્રી રામ,જય જવાન જય કિસાન,વંદે માતરમ જેવા સૂત્રોચાર કર્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
