<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્‍વાસ્‍થ્‍ય માટે પ્રતિબદ્ધઃ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા

જનસેવાલય ખાતે આરોગ્‍યલાભ પછી પુનઃસ્‍ફૂર્તિ સાથે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કાર્યભાર સંભાળ્‍યો

ગાંધીનગર, તા. ૧૬ :સ્‍વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર સ્‍થિત જનસેવાલય ખાતે આરોગ્‍યલાભ પછી પુનઃ સ્‍ફૂર્તિ સાથે ગુજરાત સરકારના આરોગ્‍ય, પરિવાર કલ્‍યાણ અને તબીબી શિક્ષણ (સ્‍વતંત્ર હવાલો) તેમજ પ્રોટોકોલ (રાજ્‍યકક્ષા) વિભાગના મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કાર્યભાર સંભાળ્‍યો.પ્રભુની કળપા, વડીલોના આશીર્વાદ અને શુભચિંતકોની શુભેચ્‍છા નવી ઊર્જા આપે છે. હવે વધુ સમર્પણ અને જનકલ્‍યાણના સંકલ્‍પ સાથે ગુજરાતની સેવા માટે નવોત્‍સાહ સાથે જવાબદારી સંભાળી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલજીના નેતળત્‍વમાં ૅસ્‍વસ્‍થ ગુજરાત-સશક્‍ત ગુજરાતૅ ના નિર્માણ માટે અવિરત કાર્યશીલ રહીશ.

(3:30 PM IST)