News of Monday, 16th February 2026
વડોદરામાં અને અમદાવાદમાં કુલ ૩૬ સ્કૂલો ઉડાડી દેવાધમકી, શિક્ષણ વ્યવસ્થા છિન્નભિન્ન કરવાનું કાવતરું?
ગુજરાતમાં સ્કુલોને ફુંકી મારવાની ધમકીનો સિલસિલો આગળ વધ્યોઃ સ્કૂલના ઈ મેલ જેમ જેમ ખુલતા જાય છે તેમ ધનિકીના જિન બહાર આવી રહ્યા છે વાલીઓ અને નાગરિકો કોઈ ખોટો ગભરાટ ન રાખે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ,બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, તાલીમબદ્ધ જવાનો, સાયબર ક્રાઇમ સહિત ટીમો અમારા સીધા માર્ગદર્શનમાં કાર્યતર બની છે, સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમાર સાથે અકીલાની વાતચીત

રાજકોટ, તા.૧૬: વિવિધ સ્કૂલોને બોંબથી ઉડાડી દેવાના ધમકીના સિલસિલા અંતર્ગત આજે વડોદરા અને અમદાવાદમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં સ્કૂલો ઉડાડી દેવાની ધમકીનો આંક વધી રહ્યો છે. આ પહેલા પણ ધમકીઓ ખૂબ પોકળ સાબિત થયેલ છતાં વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલ કોઈ જોખમ લેવા માગતા નથી. પોલીસ કંટ્રોલ રૂમ પણ સતત ધમધમી રહ્યો છે.
અમદાવાદમાં સેક્ટર ૧ વડા નીરજ બડ ગુજ્જર અને સેક્ટર ૨માં રાજપાલસિંહ રાઠોડ દ્વારા જાતે મોરચો સંભાળી દરેક સ્થળો પર બોબ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા ચકાસણી ચાલી રહી છે. E mail ચકાસણી માટે સાયબર ક્રાઈમ વિભાગ એક્ટિવ થયાનું વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે જણાવ્યું છે.
સૂત્રોના કથન મુજબ વડોદરામાં કુલ ૧૮ સ્કૂલોને ધમકી મળી છે. ધમકીના પગલે વાલીઓ ચિંતિત બન્યા હતા. દરેક બાળકોને સહીસલામત પોલીસે બહાર કાઢયા હતા.
દરમિયાન અમદાવાદની કુલ ૧૩ શાળાને સતાવાર ધમકી મળી છે, બિન સતાવાર આંક મુજબ અમદાવાદમાં પણ વડોદરા માફક જેમ જેમ સ્કૂલના e Mail ખુલે છે તેમ આ આંક વધી રહ્યો છે. આ સંખ્યા ૧૮ ની ઉપર છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
