<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કિર્તી પટેલના સ્‍નાનના વિવાદના ગાંધીનગરમાં પડઘાઃ ધારાસભ્‍ય કોરડિયાએ દર્શાવ્‍યો રોષ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૬: કિર્તી પટેલના મૃગી કુંડના શાહી સ્‍નાનનો વિવાદ વકર્યો છે. જુનાગઢના ભવનાથના મેળામાં મૃગીકુંડમાં શાહી સ્‍નાન કરનાર વિવાદીત કિર્તી પટેલનો મુદો વિધાનસભા ભવનમાં ધારાસભ્‍યોમાં ચર્ચાનો મુદો બન્‍યો હતો.

આ મુદે જૂનાગઢના ધારાસભ્‍ય સંજય કોરડીયાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે આ ધરતી સાધુ-સંતોની વર્ષો જુની પરંપરા હતી તે પરંપરા તુટવાથી સાધુ સંતોમાં અને ભકતોમાં રોષની લાગણી ઉભી થવા પામી છે. મહા શિવરાત્રી દરમ્‍યાન ગિરનારની  લીલી પરીક્રમા ખૂબજ મહત્‍વની ગણાય છે. આ જગ્‍યાએ સાધુ સંતોને સ્‍નાન કરવા દેવામાં આવે છે. સાધુ સંતો દ્વારા આ પરંપરા તોડવાની વાત ચલાવી લેવાય નહિ. જેના કારણે કોરડીયાએ જણાવ્‍યુ કે આવુે કૃત્‍ય કરનારને કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે નહિ આ માટે જરૂર કડક પગલા લેવામાં આવશે.

(3:36 PM IST)