<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

સરોલી પોલીસને સફળતા :યુવતીને આપઘાત કરવા મજબુર કરનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવાયો

ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણી સાથે મારપીટ કરી માનસીક અને શારીરીક ત્રાસઆપતો : છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને સિંગરૌલી ખાતેથી દબોચી લીધો

સુરત : સરોલી પોલીસને આઠ માસથી નાસતા ફરતા અને લિવ ઈન રિલેશનશિપમાં રહીને યુવતીને શારીરિક-માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરનાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેવામાં સફળતા મળી છે 

 ફરીયાદી લખવિંદર સિંહ બલવંત સિંહ( રહે-ગામ-ભડાવાવડી પોસ્ટ-ગંગોરા થાના-સુરવાયા જી-શીવપુરી (મધ્યપ્રદેશ) નાઓની દીકરી (ઉ.વ.૧૯ )સાથે આ કામના આરોપી મહેન્દ્ર રાજપુત( રહે-એફ/૩૦૪, રેજેન્ટ પ્લાઝા, ડીંડોલી, સુરત શહેર) નાઓની સાથે લિવઇન રિલેશનશીપમા રહી ફરીયાદીની દિકરીને એનકેન રીતે હેરાન પરેશાન કરી ફરીયાદીની દિકરીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણી સાથે મારપીટ કરી માનસીક અને શારીરીક ત્રાસ આપી ફરીયાદીની દિકરીને મરવા માટે મજબુર કરતા ફરીયાદીની દિકરીએ તા-૦૨/૦૫/૨૦૨૫ ના રાતના આશરે ૧૨/૩૦ થી સવારના આશરે ક.૧૧/૪૫ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે ફ્લેટ નં.ડી/૯૦૩, સારથી રેસીડેંસી, કુંભારીયા ગામ, સારોલી, સુરત શહેર ખાતે સિલિંગ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ આપઘાત કરેલ વિગેરે બાબતે સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ-"A" ગુ.ર.નં. ગુ.ર.નં-૧૧૨૧૦૦૬૭૨૫૦ ૨૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ ની કલમ- ૧૦૮ મુજબનો ગુનો તારીખ.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ.

     પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશનર સેકટર-૦૧  તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૦૨ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમીશ્નર “ડી” ડીવીઝનનાએ વિવિધ ગુનાઓના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે સુચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.વેકરીયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પો.સબ.ઇન્સ યુ.બી.મેંદપરા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા, 

 દરમ્યાન ટેકનીકલ વર્ક આઉટ અને હ્યુમન સોર્શીસ આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી અંજનીકુમાર ઉર્ફે અનુરાગ S/o શ્રવણકુમાર જૈસ્વાલનાઓ સિંગરૌલી મધ્યપ્રદેશ ખાતે હોવાની ટેકનીકલ વર્ક આઉટ અને હ્યુમન સૌર્શીસ આધારે ચોક્કસ માહીતી મળતા તાત્કાલીક સિંગરૌલી મધ્યપ્રદેશ ખાતે તપાસમાં જવા સારૂ એક ટીમ એ એસ આઈ. રાધેસ્થામ કિશનભાઇ બન્ને ૨૭૦૧ તથા આપી.કો બાવિકભાઈ જગદિશભાઈ બ.નં.૪૪૯૬ નાઓની ટીમ બનાવી તાત્કાલીક પો.ઈન્સ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ સ્વાના કરી આરોપી નામે અંજનીકુમાર ઉર્ફે અનુરાગ S/0 શ્રવણકુમાર જેસ્વાલ નાઓને સિંગરશૈલી મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ

દાખલ થયેલ ગુનાઓની વિગત-
> સાલી પોલીસ સ્ટેશન પાર્ટ-"A" ગુ.ર.નં. ગુ.૨.નં-૧૧૨૧૦૦૬૭૨૫૦ ૨૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ- ૧૦૮,૫૪ મુજબ
હાલમાં પકડાયેલ આરોપીનું પુરૂ નામ સરનામું- અંજનીકુમાર ઉર્ફે અનુરાગ S/0 શ્રવણકુમાર જૈસ્વાલ ઉ.વ.૨૪ ધંધો-અભ્યાસ રહે-હાલ-એચ.બી./૭૯. એન.સી.એલ. (Northern Coalfield Limited) કોલોની, ગોલચક્કર ચોકની બાજુમા, સિંગરોલી, થાના-મોરબા તા.જી.સિંગરશૈલી (મધ્ય પ્રદેશ), મુળ-વતન-ગામ-ચાંચીખુર્દ, પોસ્ટ-ચાંચીકલા, થાના-કોન રામગઢ, જી-સોનભદ્ર (ઉત્તર પ્રદેશ)
અગાઉ પકડાયેલ આરોપીનું પુરૂ નામ સરનામુ:- મહેન્દ્રસિંહ રામસિંહ ચદાણા (રાજપુત) ઉ.વ.૨૪ ધંધો, ફોટોગ્રાફર રહે હાલ-ફ્લેટ નં-૩૦૪, એફ-બ્લોક, રીજેટ પ્લાઝા, સુમન એપાર્ટમેંટની બાજુમાં, રામીપાર્ક, ડીંડોલી, સુરત શહેર મુળ વતન-ગામ-બીજલાઈ(કોવીયા), ધ્યાન ગ્રામપંચાયત, થાના-સાયરા, તા-ગોગુંદ,જી-ઉદરપુર (રાજસ્થાન) પીન નં-३१३७०४

સારી કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરીયા નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ. યુ.બી મેંદપરા તથા એ.એસ આઇ. રાધેશ્યામ કિશનભાઇ તથા અ.હે.કો. પ્રદિપભાઇ ભગવનાભાઈ તથા અ.પો.કો. ભાવિકભાઇ જગદિશભાઇ તથા અ.પો.કો. રાહુલસિંહ કિશોરભાઈ નાઓએ મળી ટીમવર્કથી પ્રસંશનીય કામગીરી કરેલ છે 

(6:50 PM IST)