તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
ગરુડેશ્વર તાલુકાના કસુમ્બીયા ગામના પુલ બાંધકામમાં હલકી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની ફરિયાદ
જિલ્લા પંચાયત સદસ્યએ સ્થળ મુલાકાત બાદ ફરિયાદ કરી તો ત્યાં હલકી ગુણવત્તાની રેતી બાંધકામમાં વપરાતી હોવાનું માલુમ પડ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કસુમ્બીયા ગામે પુલના બાંધકામમાં હલકી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત સભ્યએ સ્થળ મુલાકાત બાદ કરી છે .
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના કસુમ્બીયા અને ગદોડની વચ્ચે ખાડી પર બની રહેલ પુલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાની જાણ ગ્રામજનોએ જિલ્લા પંચાયતના સદસ્ય ડો. નિતેશ તડવીને કરતા તેઓએ જાતે સ્થળ પર જઈ આ મામલે તપાસ કરતા હલકી ગુણવત્તાની રેતી બાંધકામમાં વપરાતી હોવાનું માલુમ પડ્યું હતું .
આ સંદર્ભે ડો. મિતેષ તડવીના જણાવ્યા મુજબ લગભગ 6 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે પરંતુ તેમાં મટીરીયલ હલકી કક્ષાનું વપરાય છે અને સ્થળ પર કોઈ ઈજનેર કે કર્મચારી પણ જણાતા નથી . આ મામલે તેઓ DDO ને રૂબરૂ મળી લેખીત રજુઆત કરનાર છે .ત્યારે જે રીતે ડો. મિતેશે જાગરૂકતા બતાવી તેવી જાગૃતિ અન્ય ચૂંટાયેલા સભ્યો બતાવે તો વિકાસના કામોમાં થતો ભ્રષ્ટાચાર કાબુ માં આવે તેવી ગ્રામજનોમાં ચર્ચા ચાલી રહી છે .
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
