<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

જાતિવાદ અને રીત રીવાજો છોડી દેશના તમામ હિંદૂઓએ એક થવું પડશે : હિંદૂ સંમેલનમાં સૌનો એક જ શૂર...

સ્થાનિક પ્રવક્તા વિરલ દવે અને નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશ વસાવા દ્વારા યોગ્ય માર્ગદર્શન અપાયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા મંડલ દીઠ હિન્દૂ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં આજે જીતનગર મહાદેવ મન્દિર ખાતે 6 ગામોનું હિન્દૂ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું.આ સંમેલનમાં હિન્દૂ એકતા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંઘને 100 વર્ષ પૂર્ણ થયા તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી.સંઘની કામગીરી અને સંઘના નિયમો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને દેશ, વિદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.હિન્દૂ એક થશે તો કેવુ પરિવર્તન આવશે તેના વિશે સ્થાનિક પ્રવક્તા વિરલ દવે દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિન્દૂ સમાજ ને એક થવાની હાંકલ કરી હતી. એટલું જ નહિ સમાજમાં પડેલા ભિન્ન ભિન્ન ભાગલાઓ ને પણ એક થઇ હિન્દૂ સમાજ માટે એક થવાની વાત તેમણે કરી હતી.

   જયારે બીજી બાજુ બીજા પ્રવક્તા અને નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશ વસાવાએ અંગેજોના ઝાડની એકતાથી મળતી તાકાતનો દાખલો આપી આપણે એક થઈશું તો કોઈ તાકાત આપણને તોડી નહિ શકે એ સાથે વર્ણવ્યવસ્થાની વાત કરી જાતિગત ભેદભાવ છોડી ને પણ એક થઇ ને આપણા જાતિગત સમાજ પહેલા હિન્દૂ સમાજ માટે એક થવું પડશે ની વાત કરી હતી

(10:46 PM IST)