<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

નાના રાયપરા ગામના જાગૃત યુવાને બીમાર દર્દી ને બ્લડ આપી માનવતા દેખાડી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં દાખલ નાંદોદ તાલુકાના જૂના ઘાટા ગામના ધરમસીંગ ભાઈ મગરીયા ભાઈ વસાવા નામના દર્દીનેઓ.પોઝીટીવ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર પડતા, આ બાબત નાંદોદ તાલુકાના નાના રાયપુરા ગામના જાગૃત નાગરિક જીતેન્દ્રભાઈ વસાવાને જાણ થતા જ તેઓ તાત્કાલિક રેડ ક્રોસ બ્લડ બેન્ક પર પહોંચી બીમાર દર્દી માટે બ્લડ ડોનેટ કરી જીવતદાન આપી માનવતા દાખવી હતી. બ્લડ આપનાર જિતેન્દ્રભાઈ નાના રાયપરા ગામમાં કાર્યરત 22 કિંગ ગ્રુપના પ્રમુખ છે આ ગ્રુપ થકી ઘણા સેવાકાર્યો થઈ રહ્યા છે જેમાં બીમાર દર્દીઓને બ્લડ આપવાની સેવા પણ ચાલતી હોવાથી તેઓએ અનેકવાર લોહી આપી બીમાર દર્દીઓ ની નવજીવન આપી ચૂક્યા છે. અને વધુ એક દર્દીને જરૂરી લોહી આપી સેવાકાર્ય કર્યું હતું.

(10:46 PM IST)