તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
નર્મદા જિલ્લા સંત સમિતિ દ્વારા જિલ્લા પ્રશાસનને જન હિતમાં પરિક્રમામાં જરૂરી વ્યવસ્થા કરવા રજૂઆત
મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લીધો હતો તે દિશામાં જિલ્લા પ્રશાસનની કોઈ કામગીરી થઈ નથી તે દુઃખની બાબત છે : સ્વામી સદાનંદજી મહારાજ :પાર્કિંગ અને શૌચાલયની વ્યવસ્થાનો ખૂબજ જટિલ પ્રશ્ન છે, યાત્રાના માર્ગથી દૂર અંતરે પાર્કિંગ વ્યવસ્થા થાય તેવી રજૂઆત:સ્વામી સદાનંદજી મહારા દ્વારા નર્મદા જિલ્લા સંત સમિતિ વતી જિલ્લા વહીવટી પ્રશાસનને જન હિતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા:સદાનંદ મહારાજ એ નર્મદા કલેક્ટરને રજૂઆતમાં જણાવ્યું કે નર્મદા પરિક્રમા પંચકોશ યાત્રા ઘણા વર્ષોથી સનાતન ધર્મ સંસ્કૃતિ અનુસાર નર્મદા યાત્રા ચાલે છે પ્રચાર અને પ્રસારના કારણે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે સુવિધા માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ થાય તેવા શુભ હેતુથી આપ સાહેબને વિનંતી કરવામાં આવે છે કે પાર્કિંગ વ્યવસ્થાનો ખૂબ જ જટિલ પ્રશ્ન છે યાત્રાના માર્ગથી દૂર અંતરે પાર્કિંગ વ્યવસ્થા થાય તેવી જન હિતમાં માગણી છે પરિક્રમા માર્ગ પર સંપૂર્ણ વાહન વ્યવહાર પર પ્રતિબંધ હોવો જોઈએ , ગિરનાર મીની કુમ્ભની અંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર આયોજન હતું. માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પાસે પણ આશા અને અપેક્ષા છે, આ આધ્યાત્મિક યાત્રા છે વીઆઈપી મોમેન્ટ ન હોવી જોઈએ દૂર દૂરથી આવતા યાત્રિકોને સ્નાન કરવા પૂજન કરવાની વ્યવસ્થા કરવામાં આવે ગત વર્ષે મુખ્યમંત્રી દ્વારા જે નિર્ણય લીધો હતો તે દિશામાં જિલ્લા પ્રશાસનની કોઈ કામગીરી થઈ નથી તે દુઃખની બાબત છે ,તિલકવાડાથી રીંગણ વાસણ રસ્તો રીપેરીંગ કરવામાં આવે આકસ્મિત કોઈ ઘટના બને તો તત્કાલ પ્રશ્ન હલ થઈ શકે સેવામાં આવી લોકો દ્વારા ચા રસ્તા ઠંડા પાણીની ખૂબ સારી વ્યવસ્થા હોય છે યાત્રાના મુખ્ય માર્ગ પર સ્વચ્છતા પવિત્રતા જળવાય તેવા હેતુથી સૌચાલય ની વ્યવસ્થા થાય તે ખૂબ જરૂરી છે નાવડીમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ઉચિત વ્યવસ્થા થાય તે ખૂબ જરૂરી છે તેમ સ્વામી સદાનંદજી મહારાજ નર્મદા દ્વારા નર્મદા જિલ્લા સંત સમિતિ થકી જિલ્લા વહીવટી પ્રશાસનને જન હિતમાં ધ્યાન કેન્દ્રિત કયું છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
