<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

સુરતમા સિટી લાઈટના ગોયલ પરિવાર પર રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ

ઈકો શેલએ 2 મહિલા સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી : સ્ક્રેપના વેપારી સાથે આચરી છેતરપિંડી :કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે નનૈયો ભણ્યો

સુરતમા સિટી લાઈટના ગોયલ પરિવાર પર રૂપિયા 4.90 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈકો શેલ) એ 2 મહિલા સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે.  સ્ક્રેપના વેપારી સાથે આચરી છેતરપિંડી. એડવાન્સમાં સ્ક્રેપની ડિલિવરી ના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરી હતી. કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરી કરવાના નામે નનૈયો ભણ્યો હતો. એસ.ડી.ફેશનના માલિક વિનીત નવનીત શરાફ બન્યા છેતરપિંડીનો ભોગ. ભારતી ફેશનના માલિક અને વહીવટકર્તા દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

 

(12:16 AM IST)