News of Tuesday, 17th February 2026
ગુજરાત વિધાનસભા કુલ 2 સરકારી વિધેયક કરાશે રજૂ.
જળસંપતિ, પાણી પુરવઠા, મહિલા અને બાળ વિકાસ, સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા: પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના નવમાં અહેવાલને રજૂ કરાશે

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રનો બીજો દિવસ રહેશે. બપોરે 12 કલાકે તારાંકિત પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થશે. જેમાં મુખ્યત્વે જળસંપતિ, પાણી પુરવઠા, મહિલા અને બાળ વિકાસ, સામાન્ય વહીવટ વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા. પ્રશ્નોત્તરી બાદ બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના નવમાં અહેવાલને રજૂ કરવામાં આવશે.
મંગળવારના રોજ કુલ 2 સરકારી વિધેયક ગૃહમાં કરાશે રજૂ. ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વિધેયક રજૂ કરાશે. તો બીજી વિધેયક છે, સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક. આ બન્ને પર ગૃહમાં ચર્ચા થશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
