તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
KD અમદાવાદ મેરાથોનમાં દોડવીરો જોડાયા, અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદ : હેરિટેજ માર્ગો અંગદાન દ્વારા નવજીવનના પ્રેરક સંદેશ સાથે ગૂંજી ઉઠ્યા, જ્યાં કેડી અમદાવાદ મેરેથોનના ચોથા વર્ષના આયોજનમાં ૧૦,૦૦૦થી વધુ દોડવીરો ઉત્સાહપૂર્વક જોડાયા અને ફિટનેસ સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું.સાબરમતી રિવરફ્રન્ટથી પ્રારંભ થયેલી આ મેરેથોન ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદના હેરિટેજ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ગુજરાત માટે આ એક નવી અને મહત્વપૂર્ણ પહેલ તરીકે નોંધાઈ છે. કારણ કે હેરિટેજ રૂટ પર યોજાયેલી ૩૨ કિ.મી.ની આ પ્રથમ દોડ છે, જે રમત, સાંસ્કળતીક વારસા અને સામાજીક જવાબદારીને અનોખી રીતે જોડે છે.આ આવળત્તિને ખાસ બનાવતું પરિબળ ૩૨ કિ.મી. હૈષ્ટિજ રન, ૨૧,૦૯ કિ.મી. હોપ હાફ મેરાથોન, ૧૦ કિ.મી. લાઈફ સ્પ્રિન્ટ અને ૫ કિ.મી. સેવ અ લાઈફ ટાઈમ્ડ રન સહિતે તમામ રેસ કેટેગરીઓ શહેરના હેરિટેજ રૂટ પરથી પસાર થઈ હતી.આ કાર્યક્રમનું આયોજન કેડી હોસ્પિટલ દ્વારા અમદાવાદ પોલીસ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
