તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
૨૧ વર્ષથી વોન્ટેડ અપરાધીને સુરત SOG ઉતર પ્રદેશથી રાતોરાત ઉઠાવી લીધો
નો વોન્ટેડ ઇન સુરત અભિયાન, અનુપમસિંહ ગેહલોતના અભિયાનને વધુ એક ઐતિહાસિક સફળતા મળી ૨૦૦થી વધુ લોકોની પૂછપરછ સીપી અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં કરી, અમારી ટીમ આ રીતે પ્રયાગરાજ પહોચી...ટીમના સુકાની પોલીસ ઇન્સ્પેકટર અશોક ચૌધરી અકિલા સમક્ષ વિશેષ ઓપરેશનની ભીતરી કથા વર્ણવે છે

રાજકોટ, તા.,૧૭ : કોઈ પણ ગુનેગાર ગુન્હો કર્યા પછી પોલીસ પક્કડથી દૂર રહે તે બાબત પોલીસ માટે શરમજનક ગણાય અને લોકોમાં ખોટા સંદેશ પણ જાય માટે વર્તમાન કે ભૂતકાળના કોઈ ગુનેગાર વોન્ટેડ ન રહેવા જોઈએ તેવો દ્રઢ સંકલ્પ સાથે નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન ચલાવવામાં આવે છે તેને વધુ એક ઐતિહાસિક સફળતા મળી છે. હથીયાર , મારા મારી જેવા ગુન્હામાં ૨૧ વર્ષથી વોન્ટેડ આરોપીને ઉતર પ્રદેશના પ્રયાગરાજ પહોચી SOG દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં ઝડપી લીધેલ હોવાનું અકિલા સાથેની વાતચીતમાં પોલીસ ઇન્ડિયેકટર અશોક ચીધરીએ જણાવ્યું છે.
તે દરમ્યાન HC રાકેશભાઇ વલ્લભભાઇ તથા HC રામજીભાઇ મોહનભાઇ નાઓને મળેલ બાતમી હકિકત મળેલ કે વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હથીયાર સાથે મારામારીના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી નાસતો ફરતો આરોપી હાલ પ્રયાગરાજ ખાતે હાજર છે જેથી તાત્કાલીક નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી.,નાઓની મંજુરી મેળવી એસ.ઓ.જી.,ના PI એ.પી. ચૌધરી નાઓએ તાત્કાલીક સ્થાનિક અધિકારી સાથે વાતચીત કરી HC રાકેશભાઇ વલ્લભભાઇ તથા HC રામજીભાઇ મોહનભાઇ તથા HC લાલાભાઇ ભોપાભાઇ નાઓની ટીમ બનાવેલ. જે ટીમ દ્વારા પ્રયાગરાજ ખાતે જઈ આરોપી (૧) સંતોષ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવ રહે. ઘર નં- ૨૯૧ અત્તરસુઇયા ચૌરાહા પ્રયાગરાજ શહેર ઉત્તરપ્રદેશ તથા (૨) સંતોષ ઉર્ફે શિયુ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવ રહે. ઘર નં- ૨૯૧ અત્તરસુઇયા ચૌરાહા પ્રયાગરાજ શહેર ઉત્તરપ્રદેશ વાળાને પકડી પાડવામાં આવેલ છે
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
