News of Tuesday, 17th February 2026
વિધાનસભામાં AAP ના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો : કાર્યવાહીનું લાઈવ કવરેજ કરવા મુદ્દે પોસ્ટર સાથે દેખાવો
સાર્જન્ટને AAP ધારાસભ્યો પાસેથી પોસ્ટર લઈ લેવા સૂચના અધ્યક્ષે આપી: સસ્તી પ્રસિધ્ધિ માટે AAPના ધારાસભ્યો પોસ્ટર લઈને આવ્યા હોવાનો અધ્યક્ષે ટકોર કરી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં AAP ના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ કવરેજ કરવા મુદ્દે પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. સાર્જન્ટને AAP ધારાસભ્યો પાસેથી પોસ્ટર લઈ લેવા સૂચના અધ્યક્ષે આપી હતી. સસ્તી પ્રસિધ્ધિ માટે AAPના ધારાસભ્યો પોસ્ટર લઈને આવ્યા હોવાનો અધ્યક્ષે ટકોર કરી હતી. અધ્યક્ષ પોતે નક્કી કરશે કે વિધાનસભામાં શું થશે. AAP ધારાસભ્યોને કોંગ્રેસ પાસેથી વિપક્ષની ભૂમિકા શીખવા સલાહ પણ અધ્યક્ષે આપી હતી. વિધાનસભાના પુસ્તકના નિયમો વાંચ્યા બાદ આવવા વિનંતી કરી હતી.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
