News of Tuesday, 17th February 2026
ગાંધીનગર સેક્ટર 30 ના શિહોલીથી ગાંધીનગર આવતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી રીક્ષા નદીમાં ખાબકી
બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજ આસપાસ પતરા માર્યા ના હોવાથી આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોનું કથન

ગાંધીનગર સેક્ટર 30 ના શિહોલીથી ગાંધીનગર આવતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી રીક્ષા નદીમાં ખાબકી હતી. બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજ આસપાસ પતરા માર્યા ના હોવાથી આ દુર્ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સરકારી તંત્રની ભૂલ અને બેદરકારીને કારણે અકસ્માતની ઘટના બની. ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી. રીક્ષામાં ચાલક સિવાય પેસેન્જર હતા કે નહીં એ પણ હાલ તપાસનો વિષય છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
