<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

રાજપીપળા સરદાર ટાઉન હોલમા થયેલ રિનોવેશન માટે કરોડોના અધધ ખર્ચની તપાસ કરવા આપની માંગ

માત્ર રિનોવેશનમા રૂ. 1,98,75,056.00 રૂપિયા થયો તો તેમાં એવી તો શું વસ્તુ નાંખી તેવી માંગ:ગાર્ડનમાં જ માછીવાડ અને કાછિયાવાડ વિસ્તારને અડીને (દક્ષિણ બાજુ ) આવેલ દિવાલનું પણ રિનોવેસન કરાયું આ દિવાલ પહેલાથી હતી જ માત્ર રિનોવેશન થયું હોય તેની તપાસ ની માંગ.

( ભરત શાહ દ્વારા )નર્મદા :આમ આદમી પાર્ટી, નર્મદા દ્વારા મહાકહિમ રાજ્યપાલ અને નર્મદા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં આપ ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ઈમ્તિયાઝ કાદરી સહિતના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહી આવેદન આપી માંગ કરવામાં આવી છે કે, રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલ સરદાર ટાઉન હોલનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે. અને આ રિનોવેશન માં શું શું કામ કરવામાં આવ્યું છે ??? તથા કઈ કઈ નવી વસ્તુઓ ખરીદી કરી નાખવામાં આવી છે ??? કે જેનો ખર્ચ 1,98,75,056.00 રૂપિયા થયો છે. આટલી મોટી રકમનો ખર્ચ થયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા લાગતું નથી. જેથી રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં આવેલ સરદાર ટાઉન હોલ ના ખર્ચ ની તપાસ થવા અમારી આપને લેખિત રજૂઆત છે.

સાથે સાથે ગાર્ડનમાં જ માછીવાડ અને કાછિયાવાડ વિસ્તારને અડીને ( દક્ષિણ બાજુ ) આવેલ દિવાલ નું પણ રિનોવેસન કરવામાં આવ્યું છે. આ દિવાલ પહેલાથી હતી જ, માત્ર રિનોવેશન થયું છે. તો તેની રકમ કેટલી છે તેની પણ જાણકારી મેળવી તેની પણ તપાસ થાય તેવી રજૂઆત છે.

(10:26 PM IST)