તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી સ્વાહા
આગ સમયે ઘરમાં ફક્ત દાદા દાદી હતા તેમાં દાદા લકવાગ્રસ્ત છે અને દાદી બીમાર હતા બાકી લોકો હાજર નહી હોય ત્યારે આગની ઘટના બનતા પરિવાર બેઘર બન્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વાંચલા ગામના એક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળી જતા ગ્રામજનો દોડી આવ્યા હતા ત્યારબાદ કેવડિયા sou ના ફાયર બ્રિગેડ આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આજરોજ ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામના સરપંચ ફળીયામાં રહેતા ડાહ્યાભાઈ મથુરભાઈ તડવીના મકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી જેમાં ઘરનો તમામ સામાન સળગીને રાખ થઈ ગયો હોય પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી ત્યારે આ ઘટનાની જાણકારી મળતાં જ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ દિનેશભાઇ તડવી (મહાકાળી) ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી પરિવારજનોને સાંત્વના આપી હતી.
જોકે જાણવા મળ્યા મુજબ જ્યારે આગ લાગી ત્યારે ઘરમાં ફક્ત દાદા અને દાદી હતા બાકીના સભ્યો કામે હતા જેમાં દાદા લકવાગ્રસ્ત છે અને દાદી બીમાર હોય આગમાં તમામ ઘરનો સામાન બળી જતા પરિવાર બેઘર બન્યું છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
