તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
ગુજરાતના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ : ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું: દાહોદ પંથકમાં માવઠું
અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો:વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા :અચાનક પલટાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે.
પંચમહાલના ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, અને આ ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો દાહોદમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. લીમખેડા-રાબડાલ વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે માવઠું પડ્યું છે, જે કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.
અંબાજી પંથકમાં પણ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા છે અને વાતાવરણમાં ઠંડીનો અહેસાસ છે. છવાયેલા વાદળોને જોઈને માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો માવઠું પડે તો ખાસ કરીને ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ અચાનક પલટાને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
