<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સુરતમાં વાહનોમાં અનધિકૃત લગાડેલ સફેદ LED લાઈટ સામે ઝુંબેશ :માન દરવાજા પાસે સઘન ચેકીંગ :60 વાહનો સામે કાયદેસર કાર્યવાહી : જુઓ વિડીયો

પોલીસતંત્ર તેમજ આરટીઓના અધિકારીઓ સાથે સંકલનમાં રહી માનદરવાજા ખાતે અન અધિકૃત રીતે સફેદ LED લાઈટ લાગાવેલ વાહન સામે કડક ચેકીંગ

સુરત :છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અન અધિકૃત રીતે લગાડેલ સફેદ LED લાઈટના કારણે સામેથી આવતા વાહન ચાલકો અજાઇ જવાથી માર્ગ અકસ્માત થતા હોય છે. જે માર્ગ અકસ્માતમાં ઘટાડો આવે તે હેતુસર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત,સંયુકત પોલીસ કમિશનર ક્રાઇમ & ટ્રાફિક રાઘવેન્દ્ર વત્સનાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પન્ના મોમાયા , ટ્રાફિક રીજીયન-૦૨ ACP વી.પી.ગામીત તથા સર્કલ-૦૫ પો.ઇ.ન્સ. પી.જે.સોલંકી તેમજ RTO ના અધિકારીઓ સાથે સંકલનમાં રહી કલાક 19/00 થી 21/00 દરમ્યાન માનદરવાજા ખાતે અન અધિકૃત રીતે સફેદ LED લાઈટ લાગાવેલ વાહનોના ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ અને વાહન ચેકીંગ દરમ્યાન વાહનોમાં અન અધિકૃત રીતે સફેદ LED લાઈટ લગાવેલ 60 જેટલા વાહન ચાલકો મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ વાહન ચાલકો ને સફેદ LED લાઈટ નહી લગાવવા બાબતે સમજ કરવામાં આવેલ છે.

(1:56 PM IST)