તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સાયબર ફ્રોડ સામે લોક જાગૃતિ : સુરત પોલીસ વેબ સિરીઝનું બ્રહ્માષા દેશમાં સહુ પ્રથમ ઉપાડ્યું
સાયબર ક્રાઇમ માફીયાઓ સામે પોલીસ સાથે ટોપ ટુ બોટમ લોકોને સ્માર્ટ બનાવવા સીપી અનુપમસિંહ ગેહલોત ભારતમાં સહુ પ્રથમ વખત અદભુત અભિયાન આરંભ્યું : સાયબર ફ્રોડની તમામ બાબતો આવરી બનાવેલ વેબ સિરીઝ દ્વારા દૃશ્યની થતી મનો વૈજ્ઞાનિક અસર અંતર્ગત નિર્ણયઃ ટ્રેલર જોઈ લોકો આવરી ગયા, આ તો ફક્ત ઝાંખી છે, પિક્ચર જોઈ આફ્રિન પોકારી ઉઠશોઃ અનુપમસિંહ ગેહલોત : પોલીસ કમિશનરના નેતળત્વમાં માત્ર જાગળતિ નહિ, અધધ રકમ લોકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા પરત અપાવી સામાન્ય પરિવારના દિકરીના લગ્ન પ્રસંગો અટકે નહી તેવું અભિયાન સતત ચલાવ્યું છેઃ ડીસીપી બીશાખા જૈન

રાજકોટ તા.૧૮: ડ્રગ્સ માફીયાઓ, વોન્ટેડ ક્રિમીનલ વિગેરે સામે વિશેષ રણનીતિ અંતર્ગત ખાસ અભિયાન શરૂ કરી ઐતિહાસિક સફળતા હાંસલ કરનાર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા દેશમાં સહુ પ્રથમ વખત સાયબર ક્રાઈમના તમામ વિવિધ ટેકનીકો સામે પોલીસ સાથે લોકો જાગળત થાય તે માટે વેબ સિરીઝ મ્યાનમારા ફાઈલ નામની વેબ સિરીઝ લોન્ચ સાયબર ક્રાઈમ વિભાગ મારફત લોન્ચ કરી અને તેનું ટ્રેલર તાજેતરમાં લોન્ચ કર્યું છે, જેનો ચેમ્બર સહિત વિવિધ વર્ગના લોકો દ્વારા આવકાર મળ્યો છે તેમ સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈન દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે આ વેબ સિરીઝ કોઈ મનોરંજન માટે નહિ, પરંતુ પિન કોડ, એકાઉન્ટ્સ વિગત, જરૂરિયાતમંદ લોકોને લલચાવી બોગસ એકાઉન્ટ્સ ખોલી છેતરપિંડી કે પછી ભારતીય ન્યાય સંહિતામા કોઈ જોગવાઈ નથી તેવા ડિજિટલ એરેસ્ટ જેવા કાલ્પનિક અપરાધનો ભય દેખાડી લુંટવામાં આવે છે તે સામે લોકોને આ માધ્યમથી જાગળત કરવાની દિશામાં વધુ એક પ્રયાસ છે. દૃશ્યની લોક માનસ પર ગહેરી છાપ પડતી હોવાનુ મનો વૈજ્ઞાનિક કારણ પણ કેન્દ્રમાં રાખી આ પ્રયોગ કરેલ છે, જેને વિવિધ વર્ગના લોકો દ્વારા ટ્રેલર નિહાળ્યા પછી ખૂબ આવકાર મળ્યો છે, આ તો ફક્ત ઝાંખી છે, પૂરું પિક્ચર કેવું અસરકારક હશે તે કહેવાની જરૂર નથી
સુરત પોલીસનું લક્ષ્ય છે કે ટોપ ટુ બોટમ લોકો સ્માર્ટ બને. આ વેબ સિરીઝમાં ગેર કાયદે અન્ય દેશમાં નોકરીની લાલચ આપીને લઈ ગયા પછી પાસપોર્ટ વિગેરે છીનવવા , ટેલીગ્રાફ પર ઘેર બેઠા કમાણી, વિગેરે અનેક બાબતો પર પ્રકાશ પાડી લોકોને જાગળત કરવા ભગીરથ કાર્ય થયું છે
આ કાર્યક્રમ માત્ર જાગળતિ પૂરતો સીમિત નહોતો. સુરત પોલીસે પોતાની સફળતાનો પુરાવો આપતા તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીઓને તેમના ગુમાવેલા નાણાં પરત કર્યા હતા. પોલીસ કમિશનરના હસ્તે કુલ ૨૩,૧૪,૫૪૨ રૂપિયાના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે જો સમયસર સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર જાણ કરવામાં આવે, તો નાણાં પરત મેળવવાની શકયતા વધી જાય છે.
સાયબર ક્રાઇમથી બચવા સુરત પોલીસની અપીલ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સાયબર ગુનેગારો સતત નવી રીતો શોધી રહ્યા છે, તેથી આપણે અપડેટેડ રહેવું જરૂરી છે. કોઈપણ અજાણી વ્યક્તિને OTP આપવો નહીં, શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં અને ખાસ કરીને વિદેશમાં નોકરી માટે જતા પહેલા એજન્ટની પૂરેપૂરી તપાસ કરવી. સુરત સાયબર ક્રાઇમ સેલ ૨૪/૭ નાગરિકોની મદદ માટે તૈયાર છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
