<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી: 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે કમોસમી વરસાદ પડશે :સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં માવઠાની આગાહી કરાઈ

અમદાવાદ :ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની સાથોસાથ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારના રોજ દાહોદના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે, ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધારે રહેશે. કેટલાક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

(7:36 PM IST)