<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ સ્વિમિંગ માં નર્મદા ના રાજન વસાવા અને માનવ વસાવા નો દબદબો

( ભરત શાહ દ્વારા )નર્મદા : શ્રી છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા નર્મદા ખાતે અભ્યાસ કરતો રાજન કુમાર દેવરામ ભાઈ વસાવા ગામ, વણઝર તાલુકો:નાંદોદ - નર્મદા  ખેલો ઇન્ડિયા આદિવાસી રમત સ્પર્ધા પ્રથમ તબક્કા દેવગઢબારિયા ખાતે યોજાયેલ હતો જેમાં પાસ થઈ. બીજા તબક્કા તરણ સ્પર્ધા  અમદાવાદ ખાતે નવ નિયુક્ત સ્ટેડિયમ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ હાલમાં યોજાયેલ હતું જેમાં વસાવા રાજન તરણ સ્પર્ધામાં છત્તીસગઢમાં ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 ના પસંદગી થયેલ છે.
પ્રથમ તબક્કા પછી રાજ્ય-સ્તરીય ટ્રાયલમાંથી શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSFs) દ્વારા આયોજિત પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેશે, પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ, 2026 28 ફેબ્રુઆરી - 9 માર્ચ 2026 દરમિયાન છત્તીસગઢમાં 7 રમત વિષયોમાં યોજાશે.
જ્યારે માનવ કુમાર શૈલેષ ભાઈ વસાવા ગામ, રાજપીપલા પણ ખેલો ઇન્ડિયા આદિવાસી રમત સ્પર્ધા પ્રથમ તબક્કા દેવગઢબારીયા ખાતે યોજાયેલ હતો જેમાં પાસ થઈ બીજા તબક્કા તરણ સ્પર્ધા અમદાવાદ ખાતે નવ નિયુક્ત સ્ટેડિયમ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ હાલમાં યોજાયેલ હતું જેમાં વસાવા માનવ તરણ સ્પર્ધામાં છત્તીસગઢમાં ખેલો ઇન્ડિયા ટ્રાયબલ ગેમ્સ 2026 ના પસંદગી થયેલ છે.

(10:17 PM IST)