<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજપીપળા કરજણ પુલ મરામત માટે બંધ હોય ત્યાં અવરોધ માટે મૂકેલા પીપળા સાથે એક બાઈક ભટકાતા યુવાન ગંભીર

પુલના રિપેરિંગ માટે આડેધડ મૂકેલા પીપળાના કારણે રાત્રિના સમયે વાહનચાલકો માટે જોખમ

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા કરજણ પુલ ઘણા સમયથી મરામત માટે એક તરફ બંધ છે ત્યારે ત્યાં અવરોધ માટે મૂકેલા (બેરેક) પીપળા અવ્યસ્થિત મૂકેલા હોવાથી વાહન ચાલકો ભોગ બની રહ્યા છે.

     મળતી માહિતી અનુસાર પોઇચા પુલ અને રાજપીપલાનો કરજણ પુલ ઘણા સમયથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ કામગીરી ધીમીગતિ એ ચાલતી હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ છે, સાથે સાથે પોઇચા પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે તંત્રની મહેરબાનીથી પુલ પરથી વાહનો પસાર થાય છે અને કરજણ પુલ એક તરફ બંધ હોય ત્યાં રાત્રિના સમયે વાહનો ઓવરસોઇડના જાય તેના માટે પીપળા મૂકવામાં આવ્યા છે પરંતુ આ પીપળા અવ્યવસ્થિત હોવાના કારણે વાહન ચાલકો ભોગ બની રહ્યા છે અને ગઈકાલે રાત્રે નવેક વાગે નાંદોદ તાલુકાના ઓરી ગામના દિનેશભાઈ નામના વ્યક્તિ પોતાની બાઈક પર જતા હતા તે આડેધડ મૂકેલા પીપળામાં બાઇક સાથે અથડાતા તેમને ગંભીર ઇજાઓ થઈ છે, આવી ઘટના વારંવાર બનતી હોય જે તંત્રના વાંકે કોઈનો ભોગ લે તેમ લાગી રહ્યું છે. હાલ ઇજાગ્રસ્ત દિનેશભાઈ સારવાર માટે સિવિલ મા દાખલ છે. તંત્ર કોઈનો ભોગ ના લેવાય તે માટે યોગ્ય પગલાં લે તેવી લોકમાંગ છે.

(10:18 PM IST)