<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

શનિ રવિ હાઈ લેવલની ક્રાઇમ કોન્‍ફરન્‍સઃ BSF, કોસ્‍ટ ગાર્ડ સાથે સુરક્ષા મંથન

આંતરરાષ્‍ટ્રીય સરહદ અને કચ્‍છની વિશાળ દરિયા કાંઠાની સુરક્ષા વ્‍યવસ્‍થા અભેદ બનાવવા માસ્‍ટર પ્‍લાન ઘડી કઢાશે :મુખ્‍ય પોલીસ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કચ્‍છના સરહદી વિસ્‍તારોની સુરક્ષા સમીક્ષા માટે બે દિવસ સુધી ભુજ આવી રહ્યા છે

 

રાજકોટ, તા.૧૯: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે સિનિયર મોસ્‍ટ IPS અને ગુજરાતના એક છેડાથી બીજા છેડા સુધી એસપી, વિવિધ મહાનગરોના જોઇન્‍ટ પોલીસ કમિશનર, રેન્‍જ વડા, ib સહિતના વિભાગોમાં ફરજ બજાવી મેળવેલ વિશાળ અનુભવ આધારે રાજ્‍ય પોલીસ તંત્રને સુદ્રઢ કરવા માટે વન ડે વન ડિસ્‍ટ્રિક્‍ટ, રાજ્‍યના ૬ ઝોન પાડી નાર્કોટિક્‍સ ટાસ્‍ક ફોર્સ યુનિટ, સાયબર ફ્રોડ વિરુદ્ધ ફરિયાદની હેલ્‍પ લાઇન ડબલ કરવા સેન્‍ટ્રલ ઇમરજન્‍સી સમયનો સમય ગાળો ઘટાડવા સહિત તબક્કાવાર પગલાંઓ પીછો ગુજરાતની સરહદોની સુરક્ષા અંગે ત્‍યાર કરેલ.માસ્‍ટર પ્‍લાન અંતર્ગત કચ્‍છના સરહદી ગામોનો મુલાકાત લેવા. માટે જનાર છે.રાજ્‍યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્‍છ જિલ્લાના સરહદી ગામોની વ્‍યૂહાત્‍મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ભારત-પાકિસ્‍તાન આંતરરાષ્‍ટ્રીય સરહદ અને કચ્‍છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.

બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્‍યના પોલીસ વડાશ્રી ભુજ ખાતે એક મહત્‍વપૂર્ણ ક્રાઈમ કોન્‍ફરન્‍સની અધ્‍યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ, ભારતીય કોસ્‍ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્‍સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવળત્તિઓને રોકવા માટે તમામ એજન્‍સીઓ વચ્‍ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.

ડૉ.કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્‍તારોની મુલાકાત લઈને ત્‍યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્‍સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્‍તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્‍યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે. (રર.૩)

(11:12 AM IST)