તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
દર બીજા દિવસે એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયો
ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર ડામવા ઓપરેશન ગંગાજળ અભિયાન હાથ ધર્યું

ગાંધીનગરઃ તા.૧૯, ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર ડામવા ઓપરેશન ગંગાજળ અભિયાન હાથ ધર્યું છે. જોકે તેમ છતાં તેની કોઈ અસર ન થઈ હોવાનું વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સામે આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરાકારે જણાવ્યું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિએ ૧૮૭ સરકારી કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાયા હતા. એટલે કે દર બીજા દિવસે એક સરકારી બાબુ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. તેમાં ગૃહ વિભાગના સૌથી વધારે ૬૩ કર્મચારીઓ ઝડપાયા હતા. પકડાયેલામાંથી ૧૦૧ નિર્દોષ છૂટ્યા હતા, જયારે માત્ર ૩૭ જ દોષિત ઠર્યા હતા.
કેન્દ્ર સરકારના ૧૬ અધિકારીઓ સામે કેસ
અમિત ચાવડાના પ્રશ્નના લેખિત જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું કે, ACB એ આ વર્ષમાં કેન્દ્ર સરકારના ૧૬ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ પણ કેસ નોંધ્યા છે. જેમાં એક વર્ગ-૧ ના અધિકારી, આઠ વર્ગ-૨ ના અધિકારીઓ, છ વર્ગ-૩ ના કર્મચારીઓ અને એક વર્ગ-૪ ના કર્મચારીનો સમાવેશ થાય છે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫ માં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના ૧૭, મહેસૂલ વિભાગના ૨૭, શિક્ષણ વિભાગના ૧૦, આરોગ્ય વિભાગના ૩, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૮ અને ઉદ્યોગ વિભાગના ૭ અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા.
ક્યા વિભાગના કેટલા કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાઃગૃહ વિભાગઃ ૬૩, મહેસૂલઃ ૨૭,પંચાયતઃ ૧૭,શિક્ષણઃ ૧૦, નર્મદા-જળસંપત્તિઃ ૯,ઉર્જાઃ ૮,ઉદ્યોગ-ખાણઃ ૭,શહેરી વિકાસઃ ૭,વન- પર્યાવરણઃ ૬,આરોગ્યઃ ૩,નાણાં: ૩,માર્ગ-મકાનઃ ૩,નાગરિક, પુરવઠા અને કાયદા વિભાગઃ ૧,કેન્દ્ર સરકારનાઃ ૧૬
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
