<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરીથી સરઘસ નીકળ્યું :સરથાણા પોલીસે રિકન્સ્ક્રશન હાથ ધર્યું

આરોપી ચિરાગ ગોટીના સરઘસને જોવા લોકોની ભીડ ઉમટી:પોલીસનો આભાર માનવા લોકો પોસ્ટર સાથે રસ્તાઓ પર આવ્યા:ચિરાગ ગોટી બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીને આખરે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના વરાછામાં આતંક ફેલાવનારા ચિરાગ ગોટીનો 'વરઘોડા' કાઢ્યો છે. પોલીસ ચિરાગ ગોટીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. વેપારીઓને ધમકી અને માર મારનાર ચિરાગ ગોટીના કાંડનો હિસાબ થશે. પોલીસની કાર્યવાહીથી વેપારીઓનો ભય દૂર થશે. આજે ચિરાગ ગોટીનો વરઘોડો કાઢી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ છે. 

 

સુરતના કતારગામ બાદ હવે યોગી ચોકમાં પોલીસે કુખ્યાત ચિરાગ ગોટીનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે.  સરથાણામાં ચિરાગ ગોટી વિરૂદ્ધ ખંડણીની ફરિયાદને પગલે પોલીસે ચિરાગ ગોટીને કાયદાનું ભાન કરાવ્યું છે. બે દિવસ પહેલા પણ કતારગામમાં પોલીસે ચિરાગ ગોટીનું રિકન્સટ્રક્શન કર્યું હતું. આરોપી ચિરાગ ગોટીના સરઘસને જોવા લોકોની ભીડ ઉમટી પડી છે. પોલીસનો આભાર માનવા લોકો પોસ્ટર સાથે રસ્તાઓ પર આવ્યા છે. કુખ્યાત ચિરાગ ગોટી બે હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો છે. 

 

સુરતના યોગીચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુખ્યાત આરોપી ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ચિરાગ ગોટીને જાહેરમાં ફેરવવામાં આવ્યો  અમાનવીય રીતે પૈસાને ઉઘરાણી કરવાના આરોપસર આરોપી ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી છે. કતારગામ બાદ હવે યોગીચોક વિસ્તારમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. યોગીચોક તુલસી દર્શન ખાતે ચિરાગ ગોટીને લાવવામાં આવ્યો હતો. ફરિયાદીના ઘરની આસપાસના વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ચીરાગ ગોટીને કાયદાનું ભાન કરાવ્યું છે. 

 

નામચીન ચિરાગ ગોટીના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે. કાયદાને ઘોળી પી જનારા ગોટીએ રિવોલ્વરની અણીએ ઉઘરાણી કરવા માટે જે ધાક ઉભી કરતો તેના વીડિયો તેના માટે મુસિબત બની રહ્યા છે. સુરત શહેરના કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં વધુ બે ફરિયાદ ચિરાગ ગોટી સામે નોંધાય છે.બીજી તરફ સરથાણામાં ચિરાગ ગોટી વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(1:06 PM IST)