તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 19th February 2026
ગુજરાત કોંગ્રેસના ઓબીસી સંગઠનમાં નવસંચાર : ૨૨મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ડૉ. મહેશભાઈ રાજપુતનો પદગ્રહણ સમારોહ

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી લોકશાહીના પર્વો અને સંગઠનની મજબૂતી માટે અન્ય પછાત વર્ગો (OBC) ના સંગઠનને નવું જોમ પૂરું પાડશે. આ શળંખલાના ભાગરૂપે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાટર્મેન્ટના નવનિયુક્ત ચેરમેન ડૉ. મહેશભાઈ રાજપુતનો પદગ્રહણ વિધિ સમારોહ આગામી ૨૨ ફેબ્રુઆરી, રવિવારના રોજ બપોરે ૨ કલાકે અમદાવાદના પાલડી સ્થિત ‘રાજીવ ગાંધી ભવન' ખાતે યોજાશે.
સંગઠન અને નેતળત્વની નવી દિશા ડૉ. મહેશભાઈ રાજપુતની ચેરમેન તરીકેની વરણીથી ગુજરાતના ઓ.બી.સી. સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે. ડૉ. રાજપુત લાંબા સમયથી પાયાના સ્તરે કાર્યરત રહીને સામાજિક ન્યાય અને પક્ષની વિચારધારાને આગળ ધપાવી રહ્યા છે. તેમના નેતળત્વ હેઠળ ગુજરાતનો ઓ.બી.સી. વિભાગ રાજ્યના છેવાડાના ગામડાઓ સુધી સંગઠિત થઈને જનતાના પ્રશ્નોને વાચા આપશે.
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર પ્રદેશ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પક્ષનું નામ રોશન કરનાર ગુજરાતના પનોતા પુત્રોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. જેમાં : ૧. શ્રી ચંદનજી ઠાકોર (પૂર્વ ધારાસભ્ય) : જેમની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં OBC ડીપાટર્મેન્ટના રાષ્ટ્રીય સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. ૨. શ્રી જીવણભાઈ કુંભારવાડીયા (પૂર્વ પ્રમુખ, જામનગર જિલ્લા કોંગ્રેસ) : જેમની પણ રાષ્ટ્રીય સંયોજક તરીકેની નિમણૂક પક્ષ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યવ્યાપી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ સાંસદ સભ્યો, પૂર્વ ધારાસભ્યો, તમામ જિલ્લા અને તમામ મહાનગરોની કોંગ્રેસ સમિતિઓના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ તેમજ સેવાદળ, યુથ કોંગ્રેસ, NSUI અને મહિલા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવેલ છે.
કાર્યક્રમના આયોજકો શ્રી રાજેશભાઈ ગોહિલ (પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન, OBC ડીપાટર્મેન્ટ) અને શ્રી રમેશભાઈ દેસાઈ (પૂર્વ કાર્યકારી ચેરેન) દ્વારા સમગ્ર ગુજરાતમાંથી ઓ.બી.સી. સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો અને કાર્યકર્તાઓ તા.૨૨ (રવિવારે) બપોરે ૨ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, સંસ્કાર કેન્દ્ર માર્ગ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
