<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

બોર્ડની પરીક્ષામાં ધમકી મળશે તો શાળા તરત ખાલી નહીં કરાવાય

ગુજરાત સરકાર એકશન મોડમાં : જો ધમકી સ્‍પષ્ટ અને વિશ્‍વસનીય જણાશે તો જ ઇવેકયુએશન અને અન્‍ય ઇમરજન્‍સી પગલાં લેવાશેઃ અન્‍યથા સુરક્ષા વધારીને નિયમિત શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવામાં આવશે

અમદાવાદ, તા.૧૯: શહેરમાં શાળાઓને વારંવાર મળતી ધમકીઓ વચ્‍ચે રાજ્‍ય સરકારે કડક અને સંકલિત અભિગમ અપનાવ્‍યો છે. ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાને ધ્‍યાનમાં રાખીને સચિવ, કલેક્‍ટર અને પોલીસ અધિકારીઓ સાથે ઉચ્‍ચ સ્‍તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું કે ધમકી મળતાં જ તાત્‍કાલિક સ્‍કૂલ ખાલી કરવાની ફરજિયાત પ્રથા રહેશે નહીં. પહેલા ધમકીની ગંભીરતા અને વિશ્વસનીયતા અંગે મૂલ્‍યાંકન થશે, ત્‍યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે.

એક નોડલ અધિકારી નિમાશેઃ બેઠકમાં નક્કી કરાયું કે દરેક શાળા માટે પોલીસ અને શિક્ષણ વિભાગનો એકપ્રએક નોડલ અધિકારી નિમાશે. આ નોડલ અધિકારીઓ ધમકી મળતાં જ સંકલન સાધશે, સ્‍થળ પર પ્રાથમિક તપાસ અને રિસ્‍ક એસેસમેન્‍ટ કરશે અને જરૂર પડે તો સુરક્ષા વધારશે. આ વ્‍યવસ્‍થા ખાસ કરીને બોર્ડ પરીક્ષાના દિવસોમાં ગભરાટ અને ગેરસમજ ટાળવા માટે બનાવવામાં આવી છે.

અધિકારીઓએ સ્‍વીકાર્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શાળાઓને ટાર્ગેટ કરતી ધમકીઓમાં વધારો થયો છે. ઘણી ધમકીઓ ભય ફેલાવવા માટેની હોવાની શકયતા હોવા છતાં, કોઈ પણ સંદેશાને હળવાશથી લેવામાં નહીં આવે. સાઇબર સેલ અને સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનોને એલર્ટ રાખવામાં આવ્‍યા છે અને સોર્સ ટ્રેસિંગ માટે વિશેષ ટીમો કાર્યરત છે.

ધમકી મળતાં તરત જ શાળા ખાલી નહીં કરાયઃ બોર્ડ પરીક્ષા નજીક હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ન ફેલાય તે માટે સંયમિત અને તર્કસંગત પ્રોટોકોલ બનાવવામાં આવ્‍યો છે. જો ધમકી સ્‍પષ્ટ અને વિશ્વસનીય જણાશે તો જ ઇવેકયુએશન અને અન્‍ય ઇમરજન્‍સી પગલાં લેવાશે; અન્‍યથા સુરક્ષા વધારીને નિયમિત શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવામાં આવશે. પરીક્ષા કેન્‍દ્રો આસપાસ પેટ્રોલિંગ, સીસીટીવી મોનિટરિંગ અને ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમો તૈનાત રહેશે.

અફવાઓ ન ફેલાય તે માટે કડક નજર રખાશે : શિક્ષણ વિભાગે શાળાઓને સલાહ આપી છે કે, ગભરાટ ન ફેલાય તે માટે એક જ અધિકળતસ્ત્રોતથી માહિતી વહેંચાય. પ્રિન્‍સિપાલોને સૂચના અપાઈ છે કે ધમકીનો કોઈ સંદેશ મળે તો તરત જ નોડલ અધિકારી અને નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવી. સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે કડક નજર રાખવામાં આવશે.

સરકારના સૂત્રો મુજબ, ‘વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્‍ચ છે, પરંતુ અફવાઓને કારણે શૈક્ષણિક પ્રક્રિયા ખોરવાય તે પણ સ્‍વીકાર્ય નથી.' આ કારણે ‘ગંભીરતા જાણી પછી નિર્ણય'નો સૂત્ર અપનાવવામાં આવ્‍યો છે.

(2:51 PM IST)